બહેને ભાઈને ફોન કરીને કહ્યું, ‘ભાઈ આ બધા મારો જીવ લઈ લેશે’, અને કલાક પછી ભાઈને એવા સમાચાર મળ્યા કે…જાણીને હચમચી જશો…

હાલમાં બનેલી ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પરીણીત મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનોનું કહેવું છે કે, તેમની દીકરીને આ પગલું ભરવા માટે મજબૂર કરવામાં આવી છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટના હરિયાણાના કરનાલ ગોંદર ગામમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસ કાર્યવાહી કરી રહે છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ હતું અને તેની ઉંમર 29 વર્ષની હતી. 2014માં મીનાના લગ્ન ગોંદર ગામના રહેવાસી સુનિલ સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાંઓ વિનાને દહેજ માટે સતત ત્રાસ આપતા હતા.

મળતી માહિતી અનુસાર એક અઠવાડિયા પહેલા જ્યારે મિનાનો ફોન તૂટી ગયો. ત્યારથી શુક્રવાર સુધી તેના પતિ સહિતના અન્ય લોકો તેને માનસિક અને શારીરિક શોષણ આપતા હતા. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ સાસરીયાઓએ મીના ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા.

મીનાને જીવ ટૂંકાવા જેવું પગલું ભરવા માટે મજબૂર કરી હતી. જેથી મીનાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મીનાના ભાઈએ જણાવ્યું કે, એક અઠવાડિયા પહેલા તેની બહેનના બાળકો દ્વારા તેનો મોબાઈલ તૂટી ગયો હતો. આ ફોન વિનાના પતિ સુનિલના ભત્રીજાનો હતો.

બાળકોને હાથે મોબાઈલ તૂટી જતા સુનિલે અને તેના સાસરિયાંઓએ મીનાની ખૂબ જ ધુલાઈ કરી હતી. આ દરમિયાન બેહેને માયકામાંથી ફોન મંગાવી લેવાનું કીધું હતું. જ્યારે બહેનને ફોન કરવામાં આવ્યો ત્યારે તેને આ ઘટનાની જાણ અમને કરી હતી. શુક્રવારના રોજ અમે બહેન માટે એક ફોન પણ ખરીદો હતો.

સમગ્ર ઘટનાને લઈને મીનાના ભાઈ આરોપ લગાવ્યા કે, શુક્રવારના રોજ જ્યારે તેની બહેનનો ફોન આવ્યો ત્યારે બહેને વીડિયો કોલ કર્યો હતો. બહેન કહેતી હતી કે આ લોકો મારો જીવ લેવા માંગે છે. બહેનનો ફોન પતી ગયો તેના એક કલાક બાદ બહેનના પતિનો ફોન આવ્યો કે મીનાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*