તમારા બાળકોને ગુજરાતી મીડીયમ માં ભણાવવા જોઈએ કે ઇંગ્લીશ મીડીયમ માં…? આ વાત પર IPS સફીન હસને કરી નાખી એવી વાત કે… જુઓ વાયરલ વિડિયો…

Published on: 11:08 am, Thu, 15 February 24

આજના આધુનિક યુગમાં ઘણા એવા લોકો છે. જેઓ પોતાની માતૃભાષાને મૂકીને પોતાના બાળકોને ઇંગ્લીશ મીડીયમમાં ભણાવવાની ઈચ્છા રાખતા હોય છે. ત્યારે આ માનસિકતા ધરાવતા લોકોને લઈને IPS સફીન હસને એક એવી વાત કરી નાખી કે જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

વાયરલ થયેલા વીડિયોમાં સફીન હસન કહી રહ્યા છે કે, ગુજરાતી અને ઇંગ્લીશ મીડીયમ થી કોઈ પણ ફરક પડતો નથી. હું ગુજરાતી મીડીયમમાં જ ભણેલો છું અને IPS નું ઇન્ટરવ્યૂ ઇંગ્લિશમાં આપ્યું છે અને આખા દેશમાં હું બીજા નંબરે આવ્યો હતો.

આખા વિશ્વનું કલ્ચર છે કે, જાપાનના બાળકો જાપાનીઝમાં ભણે, ચાઇના ના બાળકો ચાઈનીઝમાં ભણે અને મહારાષ્ટ્રના બાળકો મરાઠી ભાષામાં ભણે એવી જ રીતે ગુજરાતના બાળકો ગુજરાતી માં ભણવા જોઈએ.

કારણકે જે ભાષામાં આપણને વિચાર આવે છે એ જ ભાષામાં જો શિક્ષણ મળે તો એની અસર ખૂબ જ મજબૂત હોય છે. ઈંગ્લીશ માત્ર પર્સનાલીટીનો એક ભાગ છે એ કોઈ કોલિફિકેશન નથી.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "તમારા બાળકોને ગુજરાતી મીડીયમ માં ભણાવવા જોઈએ કે ઇંગ્લીશ મીડીયમ માં…? આ વાત પર IPS સફીન હસને કરી નાખી એવી વાત કે… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*