ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પારો આસમાને ચડી રહ્યો છે ત્યારે લગભગ બધી જ રાજકીય પાર્ટીઓ પ્રચાર જોર શોર થી કરી રહી છે. પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, તમિલનાડુ અને પુડુચેરી માં રાજકીય ધમાસણ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
હવે આ રાજ્યમાં આગામી સમયમાં કઈ પાર્ટીની સરકાર બનશે તેને લઈને સી વોટર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે.આ સર્વે ટાઈમ્સ નાઉ અને સી વોટર દ્વારા મળીને કરવામાં આવ્યો છે અને જોકે આ સર્વેના અમુક તારણો ચોંકાવનારાં જોવા મળી રહ્યા છે.
પહેલા જો વાત કરીએ કેરળ ની તો લેફટ ડેમોક્રેટિક ફ્રન્ટ ની સત્તામાં વાપસી થઇ શકે છે અને જેને પ્રદેશની 140 માંથી 82 સીટો મળવાની સંભાવના છે તો સામે કોંગ્રેસના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ ને 56 સીટો મળવાની સંભાવના દેખાઈ રહી છે.
તો ભાજપને એક જ સીટ મળી શકે છે. આસામમાં ભાજપની ફરીથી વાપસી થઇ શકે છે, એનડીએ ના ગઠબંધનને આ વખતે 126 સૂતો માટી 67 સીટો મળવાનું અનુમાન છે જ્યારે કે યુપીએના ખાતામાં 39 થી વધીને 57 સીટો મળવાનું અનુમાન છે.
પણ સત્તાપ્રાપ્તિ થી દૂર જ રહેશે. સરકાર બનાવવા માટે 64 સીટોની જરૂર છે.પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને આ આ વખતે 154 સીટો મળવાનું અનુમાન છે તો ભાજપને આ વખતે 107 સીટો મળી શકે છે.
જોકે ગત ચૂંટણીમાં ટી.એમ.સી ને 211 સીટો મળી હતી જેના કરતા આ વખતે તેને નુકસાન થતું દેખાઈ રહ્યું છે. જ્યારે મહત્વનું એ છે કે ગત ચૂંટણીમાં માત્ર 3 સીટો જીતાવનારી ભાજપને 107 સીટો મળી શકે છે.
દક્ષિણના સૌથી લીડર પૈકીના રાજ્ય ગણાતા તમિલનાડુમાં કે સત્તા પરિવર્તનના એંધાણ છે. તમિલનાડુમાં યુપીએ સરકાર બની શકે છે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ પુદૂર્ચેરી માં 30 વિધાનસભા સીટોમાં થી 16 થી 20 સીટો એનડીએ ને મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment