ચોંકાવનારો કિસ્સો : 14 વર્ષની દીકરીએ માતાનો લઈ લીધો જીવ – જાણો સમગ્ર ઘટના

હાલમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો નોઈડા સામે આવી છે. 14 વર્ષની દીકરીએ તવા વડે પોતાની માતા પર પ્રહાર કરીને માતાનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે ચકચાર મચી ગઇ હતી. આ ઘટના નોઈડાના સેક્ટર 77 સ્થિત અંતરીક્ષ કેનવોલ સોસાયટીની છે.

અહીં એચ બ્લોકના 14 માં માળે આવેલા ફ્લેટમાંથી રવિવારના રોજ રાત્રે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યું હતું. મૃતદેહની તપાસમાં જાણવા મળ્યું કે તેના માથાના ભાગે અને અન્ય ભાગે ઇજાના નિશાનો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે, મહિલાનો જીવ તેની દીકરી એ જ લઈ લીધો છે. ત્યારબાદ પોલીસે કલમ 304 હેઠળ કેસ નોંધીને મૃત્યુ પામેલી મહિલાની 14 વર્ષની પુત્રીની ધરપકડ કરી છે.

ધરપકડ કરીને તેને બાળગૃહમાં મોકલવામાં આવી છે.  મૃત્યુ પામેલી મહિલાનું નામ આરાધના હતું. આરાધનાના લગ્ન 16 વર્ષ પહેલા થયા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ તે પોતાના પતિથી અલગ રહેતી હતી. આરાધના તેની 14 વર્ષની દીકરી સાથે ફ્લેટમાં રહેતી હતી.

આ સમગ્ર ઘટનાને લઇને 14 વર્ષની પુત્રીનો આરોપ છે કે, માતા તેની સાથે ખરાબ વર્તન કરતી હતી. જેના કારણે તે પરેશાન રહેતી હતી. આ ઉપરાંત જાણવા મળ્યું કે, મૃત્યુ પામેલી મહિલાએ તેની પુત્રીને વાસણ ધોવાનું કહ્યું હતું. જ્યારે પુત્રીએ વાસણ ધોવાની ના પાડી ત્યારે માતાએ તેને ઠપકો આપ્યો હતો.

ત્યાર બાદ 14 વર્ષની પુત્રીએ તવા વડે માતાના માથા પર પ્રહાર કર્યા હતા અને માતાનો જીવ લઈ લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પુત્રીની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન પુત્રીએ જીવ લેવાની કબૂલાત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*