લગ્નમાં હાજરી આપીને બાઈક પર ઘરે પરત ફરી રહેલા યુવાનને અજાણ્યા વાહનચાલકે લગાવી જબરદસ્ત – બાઈક ચાલકનું કરૂણ મૃત્યુ…

Published on: 5:06 pm, Thu, 24 February 22

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગોવિંદગઢ વિસ્તારમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના બુધવારના રોજ મોડી રાત્રે બની હતી. અહીં એક અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં બાઇક સવાર નું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું અને ત્યારબાદ યુવાનના મૃતદેહને સંબંધીઓની સોંપી દેવામાં આવ્યું હતું.

મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ વિષ્ણુકુમાર હતું. તેમની ઉંમર 35 વર્ષની હતી. તેઓ અલેસરના નિવાસી હતા. બુધવારના રોજ તેઓ લગ્નના કાર્યક્રમમાં હાજરી આપીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહન ચાલકે બાઇકને પાછળથી ટક્કર લગાવી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં વિષ્ણુકુમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ઘટના બનતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને ઈજાગ્રસ્ત વિષ્ણુ ભાઈને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

પરંતુ હોસ્પિટલમાં તબીબોએ વિષ્ણુ ભાઇને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નમાં હાજરી આપીને બાઈક પર ઘરે પરત ફરી રહેલા યુવાનને અજાણ્યા વાહનચાલકે લગાવી જબરદસ્ત – બાઈક ચાલકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*