રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે કોયલીમાં રસ્તો ક્રોસ કરતી વખતે ફુલજર થી આવતા એક ટ્રેલરે એપલ વર્ષના વ્યક્તિને અડફેટેમાં લીધા હતા. આ અકસ્માતમાં વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયું હતું. પુત્રના અકસ્માતના સમાચાર માતા સાંભળતા જ માતાને આઘાત લાગ્યો હતો.
અને તેના કારણે 80 વર્ષની માતાનું મૃત્યુ થયું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા 53 વર્ષીય વ્યક્તિનું નામ કનુભાઈ ચીમનભાઈ ભટ્ટ હતું. તેઓ કોયલી રીફાઈનરી રોડ પર આવેલી રામવાટીકામાં રહેતા હતા.
અને તેમની માતા હાલમાં ગોરવા ખાતે રહેતા નાનાભાઈ જીતેન્દ્રના ઘરે રહેતી હતી. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ રાત્રે કનુભાઈ તેમના પૌત્રી માટે નાસ્તો લઈને સામે મિત રિટ્રેટ સોસાયટીમાં તેમના પુત્ર હેમાંશુને ત્યાં જઈ રહ્યા હતા.
તે સમયે રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રેલરે કનુભાઈને ટક્કર લગાવી હતી. અકસ્માત થતા જ કનુભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારના લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
કનુભાઈના પુત્ર હેમાંશુ એ ઘટનામાં પિતાના મૃત્યુ આ અંગેની જાણ કાકા જીતેન્દ્ર અને ત્યાં રહેતા દાદી ચંપાબેનને કરી હતી. અને ત્યારબાદ ચંપાબેન પણ કોયલી ખાતે આવી પહોંચ્યા હતા.
જ્યાં તેઓ પુત્ર કનુભાઈનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે માહિતી મેળવીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓ રસ્તામાં અચાનક એકો એક ઢળી પડ્યા હતા. પુત્રના મૃત્યુનો આઘાત લાગતા માતાનું પણ મૃત્યુ થયું. એક જ દિવસમાં માતા અને પુત્ર એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને લઇને પરિવારમાં એક શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!`
Be the first to comment