ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજો એવા આદિવાસી સમાજના પ્રજાજનોને રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તેવી જાહેરાત પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ કરી હતી.
દંડકારણ્ય ની આ પાવનભૂમિ ઉપર વિજયાદશમીની ઉજવણી સાથે હવેથી પ્રતિવર્ષ પ્રભુરામ સાથે જોડાયેલા ગુજરાતના તીર્થસ્થાનો ઉપર દશેરા મહોત્સવ નું આયોજન કરવાની નેમ વ્યક્ત કરતા મંત્રીએ ભારત વર્ષની ઉચ્ચતમ શાસ્ત્રોકત પદ્ધતિ અને યુગ યુંગાંતર ની ગણના પદ્ધતિ નો ખ્યાલ આપી પ્રભુ રામ, રામાયણ અને રામસેતુને કાલ્પનિક ગણનારા લોકોને વૈજ્ઞાનિક પ્રમાણ મળી ચૂક્યા છે તેમ જણાવ્યું હતું.
શબરીધામ ખાતે મહાઆરતી અને રાવણ દહનના કાર્યક્રમમાં ભાગ લેતા મંત્રીએ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં દશેરા મહોત્સવ ઉજવણી કરવાનું કહ્યું હતું. અધર્મ પર ધર્મનો વિજય ના નારાને બુલંદ કરવા સાથે પવિત્ર સ્થાનની ગરિમા વધારી ને, સંસ્કૃત તથા ઐતિહાસિક વિરાસત ઉજાગર કરશે તેમ જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!