દિલ્હી જવા નિકળેલા શંકરસિંહ વાઘેલા જાણો શું કરશે મોટો ધડાકો?બાપુ અડધેથી આવ્યા પાછા

Published on: 5:22 pm, Thu, 7 January 21

દિલ્હી જવા નિકળેલા ગુજરાત ના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજસ્થાનથી પરત હિંમતનગર પહોંચ્યા છે. દિલ્હી જવાનું કહીને નીકળેલી શંકરસિંહે બીછુંવાડા નજીકથી ગુજરાતના 100 કરતા વધારે ખેડૂતોને દિલ્હી આંદોલન જવા રવાના કર્યા છે.

અને આ પછી તેઓ હિંમતનગર પરત ફર્યા છે.અડધેથી પરત ભરેલા શંકરસિંહ વાઘેલા હિંમતનગરમાં પ્રેસકોન્ફરન્સ જોઈ છે અને આ પત્રકાર પરિષદમાં તે આંદોલનને લઇને કોઇ મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આજરોજ સવારે શંકરસિંહ વાઘેલા.

આંદોલન જવા ગાંધીનગર થી નીકળ્યા હતા.ગાંધીનગર થી નીકળેલા પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ શંકરસિંહ વાઘેલા હિંમતનગર થઈને રાજસ્થાન તરફ જવા રવાના થયા હતા.તેઓ હિંમતનગર માં રોકાણ કર્યા વગર સીધા રાજસ્થાન જવા નીકળી ગયા.

અન્ય ખાનગી વાહનો પણ તેમની સાથે જોવા મળ્યા હતા.જોકે હવે તે જોવાનું છે કે હિમંતનગર પરત ફરતા તેઓ પત્રકાર પરિષદ માં શું કહે છે તેના પર દરેક લોકોની નજર મંડાયેલી છે.ત્યારે હવે બાપુ પત્રકાર પરિષદમાં શું કહે તે જોવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!