કોરોના કાળ દરમ્યાન સુરતવાસીઓ માટે આવ્યા મોટા મહત્વના સમાચાર, ચાર વર્ષની રાહ જોયા બાદ સુરતીઓ માટે…

Published on: 5:01 pm, Thu, 7 January 21

કોરોના મહામારી દરમિયાન સુરત શહેરના વેપારીઓ તેમજ શહેરીજનો માટે વિમાની સેવાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરતથી વારાણસી અને પટના વચ્ચે 12 જાન્યુઆરીથી 189 સીટની લાઈટ શરૂ કરવામાં આવશે. કોરોના મહામારી દરમિયાન સુરતવાસીઓ માટે મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે.

સુરતના શહેરીજનો માટે નવા વર્ષમાં નવી બે ફલાઇટ શરૂ કરવામાં આવી રહી છે.જેમાં સુરત થી વારાણસી અને પટના ની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. કોરોના કાળ દરમિયાન આ બે શહેર વચ્ચે નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવતા વેપાર અર્થે આવન જાવન કરતા લોકોને રાહત મળશે.

મળતી માહિતી મુજબ સુરત થી વારાણસી અને પટના માટે આગામી 12 જાન્યુઆરીથી 189 સીટની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે અને જેમાં વારાણસી પ્લાય અઠવાડિયામાં ચાર દિવસ તેમજ પટના માટે અઠવાડિયામાં ત્રણ દિવસ ઉડાન ભરશે.છેલ્લા ચાર વર્ષની રાહ જોયા બાદ.

સુરત થી ઉત્તર પ્રદેશ અને બિહાર માટે નોન સ્ટોપ ફ્લાઇટ ની શરૂઆત થશે.વારાણસી અને પટના માટે ફ્લાઇટ શરૂ કરવાની માગણી ચાર વર્ષ પહેલા કરવામાં આવી હતી. ગત વર્ષ 24 ડિસેમ્બરના રોજ સુરતથી સ્પાઈસજેટની કોલકત્તાની ફ્લાઇટને રદ કરી દેવામાં આવી હતી.

બન્ને રુટ પર 100 ટકા પેસેન્જર ટ્રાફિક મળવાની શક્યતાના પગલે કોલકત્તામા ફ્લાઈટને આ બંને રૂટ ને વાયા જોડી દેવામાં આવી છે.સુરતથી વારાણસી અને પટના માટે ફ્લાઇટનું શરૂઆતી ભાડું 3500 રૂપિયા હશે જ્યારે આ માત્ર શરૂઆતી ભાડું છે આગળ ટ્રાફિકને ધ્યાનમાં લઈને.

ભાડામાં વધારો કરવામાં આવી શકે છે. સુરત થી કોલકાતા વાયા વારાણસી થઈને બપોરે 12 વાગ્યે ઉડાન ભરશે અને સાંજે 4 વાગે કોલકત્તા પહોંચશે. જ્યારે પરત માટે કોલકત્તા થી 9 વાગ્યે ઉડાન ભરીને 11:40 વાગ્યે સુરત પહોંચશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના કાળ દરમ્યાન સુરતવાસીઓ માટે આવ્યા મોટા મહત્વના સમાચાર, ચાર વર્ષની રાહ જોયા બાદ સુરતીઓ માટે…"

Leave a comment

Your email address will not be published.


*