ગુજરાતની જનતા હવે ખૂબ જ ચિંતામાં મુકાઈ ગઈ છે કારણ કે ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. જાણવા મળી રહ્યું છે કે ભાવનગરમાં છેલ્લા 48 કલાકમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે છેલ્લા 11 દિવસમાં ગુજરાતમાં 19 લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે.
આ બધા વચ્ચે રાજકોટમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. અહીં 42 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે તેવી માહિતી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ શક્તિસિંહ ઝાલા છે. શક્તિસિંહ ઝાલા થઈને જમીન પર ઢળી પડ્યા હતા.
પછી તેમને સારવાર માટે બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે શક્તિસિંહ ઝાલાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યા હતા. શક્તિસિંહ ઝાલાના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા-સંબંધીઓ પર શોકનું મોજુ ફરી વળ્યું છે.
ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. પછી પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલીને કાર્યવાહી હાથ ધરી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટના પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે કે શક્તિસિંહ ઝાલાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. શક્તિસિંહ ઝાલાને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. ઘટના બનતા જ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment