લગ્નના સાત દિવસ બાદ પતિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – એવું તો શું થયું હશે કે પતિએ આ પગલું ભર્યું….

મિત્રો હાલના સમયમાં દેશમાં જીવન ટૂંકાવવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલમાં જીવન ટૂંકાવવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સાંભળીને તમે પણ દંગ થઈ જશો. આ ઘટનામાં લગ્નના સાત દિવસ બાદ એક પતિએ પોતાનો જીવ ટૂંકાવી લીધો છે.

આ ઘટના આજથી પાંચ-છ દિવસ પહેલાં બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ઈન્દોરમાં બની હતી. અહીં એક 22 વર્ષના યુવકે એક યુવતી સાથે લવમેરેજ કર્યા હતા. લવ મેરેજના સાત દિવસ બાદ યુવકે પોતાનો જીવ ટૂંકાવી લીધું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ હરમલ સિંહ હતું.

તે છેલ્લા થોડાક વર્ષોથી ઈન્દોરમાં અભ્યાસ કરતો હતો. હરમલ અને સાક્ષી નામની યુવતીની મિત્રતા ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી. બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત થયા બાદ બંને એકબીજાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પહેલી જ મુલાકાતમાં બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા.

મળતી માહિતી અનુસાર હરમલ અને સાક્ષી છેલ્લા એક વર્ષથી લવ ઇન રિલેશનમાં રહેતા હતા. બંને આજથી થોડા દિવસ પહેલા આર્ય સમાજમાં મંદિરમાં જઈને લગ્ન કર્યા હતા. હરમલ અને સાક્ષી બન્ને અલગ-અલગ સમાજના હતા. મળતી માહિતી અનુસાર સાક્ષીના પિતા દુનિયામાં નથી.

સાક્ષીની માતા આ લગ્ન માટે સહમત થઈ ગઈ હતી. પરંતુ હરમલના પરિવારજનો સાક્ષીને પોતાની સાથે રાખવાની ના પાડી દીધી હતી. પરિવાર દ્વારા હરમલને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. ત્યારથી જ હરમલ ખૂબ જ તણાવમાં રહેવા લાગ્યો હતો.

છેવટે હરમલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. તપાસ દરમિયાન પોલીસે મૃતકનો મોબાઈલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*