પાટણના શંખેશ્વર મંદિરથી દર્શન કરીને પરત ફરી રહેલા વેપારીને રસ્તામાં નડ્યો અકસ્માત, મહિલાને બચાવવા જતાં વેપારીનું કરુણ મૃત્યુ થયું…

Published on: 9:24 am, Mon, 23 May 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક વેપારી પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર મુન્દ્રા તાલુકાના ભુજપુર પાસે ગઈકાલે બનેલી કાર અકસ્માતની ઘટનામાં બિદડાના વેપારીનું કરુણ મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

આ ઘટના ગઇકાલે સાંજના સમયે 5.48 આસપાસ બની હતી. અકસ્માતની ઘટના ભુજપુર ધોરીમાર્ગ પર ગેલડા જવાના રસ્તા પર બની હતી. મળતી માહિતી અનુસાર વેપારી શંખેશ્વર મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તા પર અચાનક પસાર થઈ રહેલી મહિલાને બચાવવામાં અકસ્માત થયો હતો.

આ અકસ્માતની ઘટનામાં 66 વર્ષીય દિલીપભાઈ વિરાનું કરૂણ મૃત્યુ થયું છે. દિલીપભાઈ જલારામ કલેક્શન નામની દુકાન ધરાવે છે. મળતી માહિતી અનુસાર દિલીપભાઈની અલ્ટો કાર પૂરપાટ ઝડપે જઇ રહી હતી. મળતી માહિતી અનુસાર રસ્તા પરથી પસાર થઈ ગયેલી મહિલાને બચાવવા દિલીપભાઈ કાર પર બ્રેક લગાવી હતી.

આ દરમિયાન કારનું ટાયર ફાટી ગયું હતું. તેથી કાર બેકાબુ થઇને ડીવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં દિલીપભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે આ મુન્દ્રાના સામૂહિક કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ તેમને સારવાર મળે તે પહેલા તો તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા દિલીપભાઈના પરિવારજનો ઉપરાંત સમસ્ત કચ્છના જૈન સમાજમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાટણના શંખેશ્વર મંદિરથી દર્શન કરીને પરત ફરી રહેલા વેપારીને રસ્તામાં નડ્યો અકસ્માત, મહિલાને બચાવવા જતાં વેપારીનું કરુણ મૃત્યુ થયું…"

Leave a comment

Your email address will not be published.


*