ગુજરાત રાજ્યમાં અકસ્માતની વાત કરીએ તો અકસ્માતની ઘટનાઓ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહી છે. ક્યારે રાજકોટ-જામનગર હાઇવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ઇકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિએ ઘટના સ્થળે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટના રાજકોટ-જામનગર હાઇવે પર તરધડી નજીક બની હતી.
મળતી માહિતી અનુસાર રાજકોટ થી જામનગર તરફ જતી GJ 03 HR 9472 નંબરની ઈકો કાર અને GJ 37 T 6380 નંબરના ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં ઇકો કારનો એક બાજુનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગયો હતો.
અકસ્માતના પગલે એક વ્યક્તિએ ઘટના સ્થળે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા તેઓએ આ ઘટનાની જાણ પોલીસ અને 108ની ટીમને કરી દીધી હતી. ઇજાગ્રસ્ત થયેલા ચાર લોકોને 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. હાલમાં બનેલી આ અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું. અકસ્માત કોની ભૂલના કારણે થયો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. યુવકના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment