3 બાળકોની માતા પર આરોપીઓએ ઘરમાં ઘુસીને ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો, જાણો સમગ્ર ઘટના – ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી…

Published on: 11:01 am, Thu, 23 June 22

આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે મંગળવારના રોજ રાત્રે બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. હરિયાણાના રોહતકના ભલી આનંદપુર ગામમાં મંગળવારે રાત્રે એક મહિલા પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બની ત્યારે મહિલા પોતાના ઘરમાં સૂતી હતી. ત્યારે ત્રણ યુવકો ઘરમાં ઘૂસી ગયા હતા અને મહિલાનો જીવ લઈને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.

જ્યારે આરોપીઓ મહિલાના ઘરમાં ઘૂસી જતા હતા ત્યારે તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતક મહિલાના પિતાના નિવેદનના આધારે જીવ લેવાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ પ્રવીણ હતું અને તેની ઉમર 35 વર્ષની હતી.

સમગ્ર ઘટનાને લઇને મૃતક મહિલાના ભાઈ આરોપ લગાવ્યા કે, લગભગ પાંચ વર્ષ પહેલા તેના જીજાજીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ કેસમાં પ્રવિણના સાસરિયાઓએ લાખો રૂપિયા લઇને સમાધાન કરી નાખ્યું હતું. પરંતુ પ્રવીણ આ કેસમાં આરોપીને કડકમાં કડક સજા અપાવવા માંગતી હતી. જેને લઇને 16 જૂનના રોજ પ્રવિણ પર તેના સાસરિયાઓએ પ્રહાર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર ત્રણ ચાર દિવસ પહેલા સાસરિયાઓએ પ્રવિણનો જીવ લેવાની પણ ધમકી આપી હતી. આ બાબતને લઇને અનેક વખત પોલીસ ફરિયાદ કરી પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહીં. ત્યારે મંગળવારના રોજ રાત્રે ત્રણ આરોપીઓએ પ્રવીણાનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર 2017માં પ્રવીણના પતિ વેદપ્રકાશનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

ત્યારે 22 જૂનના રોજ રાત્રે ત્રણ અજાણ્યા યુવકોએ ગોળી ચલાવીને પ્રવીણનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. જ્યારે આ ઘટના બની ત્યારે પ્રવીણની માતા તેની નજીકમાં જ સુતી હતી. જ્યારે આરોપીઓ ઘરમાં ઘૂસી રહ્યા હતા ત્યારે તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. આ ઘટના લગભગ રાત્રે 1.30 વાગ્યાની આસપાસ બની હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલી પ્રવીણને ત્રણ બાળકો છે. ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો