આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે ભાવનગર તળાજા નેશનલ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે લોકોના કરૂણ મૃત્યુ થયા છે. અકસ્માતની ઘટના ભાવનગર તળાજા નેશનલ હાઇવે ઉપર આવેલા તણસા ગામ નજીક બની હતી.
આ ઘટનામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 23 વર્ષીય ભાવેશ વશરામભાઈ બારૈયા અને પ્રવીણભાઈ નાથાભાઈ પરમાર નામના બે વ્યક્તિના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.
અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થતા ઘોઘા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતદેહના પંચનામાનું કામ કરીને બંને વ્યક્તિઓ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા.
ત્યારે આ ઘટનામાં અન્ય ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવેશભાઈ અને પ્રવીણ ભાઈનું મૃત્યુ થતાં બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો એક બાજુનો ભાગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો અને ઘટનામાં પ્રવીણભાઈ અને ભાવેશભાઈના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment