ધારાસભ્યની પત્નીનો પંખા સાથે લટકતી હાલતમાં ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 11:33 am, Mon, 18 April 22

હાલમાં બનેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈમાં શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરનાં પત્નીનો મૃતદેહ તેમના ઘરમાંથી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પ્રાથમિક તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું છે. મળતી માહિતી અનુસાર મંગેશ કુડાલકરનું ઘર કુર્લાના નેહરુનગર વિસ્તારમાં આવેલું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, ધારાસભ્ય મંગેશ કુડાલકરની પત્ની રજનીબેનને જાતે જ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે.

મળતી માહિતી મુજબ પોલીસને હજુ સુધી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. મળતી માહિતી અનુસાર કેટલાક મહિના પહેલા ધારાસભ્યના પુત્રનું મૃત્યુ થયું હતું. દીકરાનું મૃત્યુ થવાના રજનીબહેનને મોટો આઘાત લાગ્યો હતો.

દીકરાના મૃત્યુ બાદ ધારાસભ્યની પત્નીએ લોકોને મળવાનું ઓછું કરી નાખ્યું હતું અને વાત કરવાનું ઓછું કરી નાખ્યું હતું. ધારાસભ્યની પત્ની ના મૃત્યુના સમાચાર સાંભળીને મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકર્તાઓ ધારાસભ્યોના ઘરે પહોંચ્યા હતા.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા આગળની તપાસ ચાલી રહી છે. ધારાસભ્યની પત્નીએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધારાસભ્યની પત્નીનો પંખા સાથે લટકતી હાલતમાં ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*