કોરોના સંક્રમણ ને અટકાવવા સુરત ના આ બે ઝોન માં લાગ્યું સેલ્ફ લોકડાઉન , જાણો વિગતવાર

Published on: 10:40 am, Sun, 19 July 20

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન દ્વારા સેલ્ફ લોકડાઉન માટેની પહેલ શરૂ કરવામાં આવેલ છે. તેવી જ રીતે આવતીકાલે ઉધના ઝોનમાં મોટાભાગના દુકાનદારોએ સેલ્ફ લોકડોઈન માર્ગે જઈ રહ્યા છે . આજે સવારથી રાંદેર ઝોન ની મોટાભાગની દુકાનો ખુલ્લી ન હતી જયારે ઉધના ઝોનમાં પણ જીવન જરૂરિયાતની દુકાનો શિવાય ની દુકાન નો આજથી અઠવાડિયું સુધી બંધ રાખવાનો નિર્ણય કરેલ છે.રાંદેર અને ઉધના ઝોન દ્વારા સેલ્ફ લોકડાઉન તરફ વળતા શહેરના રસ્તા પર પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે.

હાલમાં સુરત શહેરમાં છેલ્લા પંદર દિવસથી કોરોના નો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતી હાલમાં જણાય છે. જુલાઈ માસના પખવાડિયામાં સૌથી વધુ મોત અને સૌથી વધુ પોઝિટિવ કેસ ની સંખ્યા સામે આવેલ છે. પરિસ્થિતિને સારી રીતે ઓળખી ને લોકોને સ્વયંભૂ પોતાની કાળજી રાખવા માટે સુરત મહાનગર પાલિકા વારંવાર લોકોને સમજાવાની કોશિશ કરી રહી છે.