હા મોજ હા..! દાદા અને પૌત્રની આ જુગલબંધીનો વીડિયો જોઈને ખરેખર દિલ ખુશ થઈ જશે… જુઓ વાયરલ વિડિયો…

Published on: 10:25 am, Thu, 29 June 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણું દિલ ખુશ થઈ જતું હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં દાદા અને નાનકડા એવા પૌત્રની મોજ મસ્તી જોઈને દિલ ખુશ થઈ જશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પંજાબી ગીત વાગતા જ દાદાની હથેળીમાં ઉભેલો પૌત્ર એક અલગ અંદાજમાં જ ડાન્સ કરવા લાગે છે. પૌત્રને ડાન્સ કરતો જોઈને દાદા પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતાં. દાદા અને પૌત્રની જુગલબંધીનો આ વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટર એકાઉન્ટ @NarendraNeer007 પર શેર કરવામાં આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે દાદાની હથેળીમાં ઉભેલો પૌત્ર પંજાબી ગીત પર જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. લોકોને વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

દાદાની હથેળીમાં ઉભેલો પૌત્ર પંજાબી ગીત સાંભળીને મૂડમાં આવી જાય છે અને પછી તો પોતાનો એક પગ ઊંચો કરીને ભાંગડા સ્ટાઇલમાં જબરદસ્ત ડાન્સ કરે છે. આ બાળકનો ડાન્સ જોઈને ત્યાં ઉભેલા લોકો પણ ખડખડાટ હસી પડ્યા હતા.

વીડિયોમાં ખાસ વાત એ છે કે દાદાની હથેળીમાં ઉભેલો પૌત્ર પોતાનો એક પગ ઊંચો કરીને ડાન્સ કરી રહ્યો છે અને આ બાળકનું બેલેન્સ પણ ખૂબ જ જોરદાર છે. વાયરલ થયેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જ્યારે ઘણા લોકોને તો બાળપણમાં દાદા સાથે મસ્તી કરતા દિવસો યાદ આવી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હા મોજ હા..! દાદા અને પૌત્રની આ જુગલબંધીનો વીડિયો જોઈને ખરેખર દિલ ખુશ થઈ જશે… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*