માતા માટે હંમેશા પોતાનો દીકરો જિગર નો ટુકડો હોય છે ને દીકરો ગમે ત્યારે મુશ્કેલીમાં પડે ત્યારે તેને બચાવવા માતા ગમે તે હદ પાર કરી દેતી હોય છે ત્યારે આવો જે કિસ્સો મિત્રો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં સામે આવ્યો છે અહીં એક માતાએ પોતાના માસુમ દીકરાને દુખતા બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વગર ડેમમાં કૂદકો માર્યો હતો.
ઘણા બધા પ્રયાસો કરવા છતાં તે પોતાને બચાવી શકી ન હતી અને પોતે પણ બચી શકી ન હતી. ત્યાં પહોંચેલા લોકોએ ડેમમાંથી બંનેના મૃતદેહ કાઢ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના શુક્રવારે ડુંગરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દોવડા પોલીસ સ્ટેશન વિસ્તારના દારા ખાંડા ગામમાં બની હતી.
અને દોવડા એસએચઓ કમલેશ ચૌધરી એ જણાવ્યું કે દિયા લાલ પરમાર ની પત્ની ગામમાં કપડાં ધોવા ગઈ હતી અને આ દરમિયાન તેનો બે વર્ષનો પુત્ર મોહિત પરમાર પણ તેમની સાથે હતો અને તે ડેમ ખાતે કપડાં ધોતી હતી અને મહિલા દરમિયાન રમતા રમતા તેનું પુત્ર મોહિત અચાનક પાણીભરેલા ડેમમાં પડી ગયો હતો.
બે વર્ષના પુત્રને ડૂબતો જોઈને તેની માતા તેને બચાવવા માટે ઉતાવળમાં ડેમમાં કુદી પડી હતી અને આ દરમિયાન ડેમ ખાતે હાજર એક યુવતી આ સમગ્ર ઘટના જોઈ હતી અને માતા તેના પુત્રને બચાવવા માટે પાણીમાં લડી રહી હતી અને દરમિયાન માતા પણ રૂપાલા લાગી હતી.
અને ત્યારે આ ઘટના અંગે ગ્રામજનો અને મોહિતના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને જાણ થતા સગા સંબંધીઓ અને ગ્રામજનો ડેમ ખાતે દોડી આવ્યા હતા અને ત્યાં સુધીમાં માતા પુત્ર બંને ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.ગ્રામજનોએ ડેમમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
અને પોલીસને જાણ કરી હતી અને પોલીસે ગામમાં પહોંચી સ્થળનું નિરીક્ષણ કર્યું અને મૃતદેહોને પોતાના કબ્જામાં લઇ ડુંગરપુર હોસ્પિટલ સબ ઘરમાં મૂક્યા હતા અને શનિવારે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ માતા પિતાનું મૃતદેહને પરિવારજનોને સોંપ્યા હતા. પાણીમાં ડૂબી જવાથી માતા પુત્ર મૃત્યુ થયું છે અને તેના કારણ આખે આખું ગામ શોક માં છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment