ભારતમાં કોરોનાવાયરસ ના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આ મહામારી ભારતમાંથી વિદાય લે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.કોરોનાવાયરસ થયેલ લઈને જે પ્રકારે આંકડાઓ આવી રહ્યા છે તેમ જ કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં હવે મહામારી ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે.જોકે વાયરસના જે કેસ સામે આવે છે તેના કરતા ઘણા બધા કેસો એવા છે જે ક્યારેય પકડમાં આવતા જ નથી.ભારતમાં એક અનુમાન અનુસાર દરેક કન્ફર્મ કેસની સામે આશરે 90 કેસ એવા છે જેની જાણ જ નથી થઈ શકી.
દિલ્હીમાં દર એક કેસની સામે 25 કેસને ઓળખી ન શક્યા.જ્યારે યુપી અને બિહારમાં આ આંકડો 300 ની પાસે રહો.વૈજ્ઞાનિક દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મોડેલ અનુસાર ભારતમાં વર્ષ 2021 ના ફેબ્રુઆરીમાં મહામારી માં સમાપ્ત થઈ જશે અને આ પ્રેમ દ્વારા રાજ્યમાં જે આંકડાઓ આપવામાં આવ્યા તે અનુસાર મોટાભાગના રાજ્યમાં દર એક કેસ ની સામે 70 થી 120 કોરોના કેસ ઓળખી શક્યા નથી.
જે પેનલ દ્વારા આખું રિસર્ચ કરવામાં આવ્યું અને તેમાં હૈદરાબાદ આઈઆઈટી સહિત કોલકાતા, બેંગલોર, વેલ્લુર સંસ્થાઓ સામેલ થઈ હતી.પેનલ અનુસાર ભારતમાં ફેબ્રુઆરીમાં મહિનામાં મહામારી સમાપ્ત થઈ જશે તે બાદ એક્ટિવ કેસની સંખ્યા પણ 20 હજારની આસપાસ રહેશે.
અને પેનલ આ પાછળ મુખ્ય કારણ એ આપે છે કે ભારતમાં જે કેસ પકડાયા જ નથી તેની સંખ્યા ખૂબ વધી ગઈ છે. દેશમાં 60 ટકા વસ્તી વાયરસથી સંક્રમિત થઈ જાય તો તેની સામેની શક્તિ વિકસિત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment