કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યોમાં શાળા ખોલવાની પરમિશન આપી દીધી છે ત્યારે આજથી ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોમાં શાળાઓ ખોલવા જઇ રહી છે. હાલમાં વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા હોવાની સંભાવના છે કારણ કે માતા-પિતા બાળકોને શાળામાં મોકલવા ની તરફેણમાં નથી. આજરોજ આસામ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો ઉપરાંત દેશમાં હાજર કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય ના દરવાજા પણ.
ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી રહ્યા છે.ગૃહ મંત્રાલય પોતાના દિશાનિર્દેશ માં કહ્યું છે કે કન્ટેન્મેન્ટ ઝોન ની બહારની શાળાઓ ખોલવાની મંજૂરી છે. શાળાઓમાં ફરજિયાત પણે સેનેટાઈઝર કરવું જરૂરી રહેશે. શાળાઓમાં વિદ્યાર્થીઓ ને ફરજિયાત સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવું પડશે અને આ માટે છ ફૂટનું અંતર જાળવવું ફરજીયાત રહેશે.
શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ,શિક્ષકો અને કર્મચારીઓ માટે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.વિદ્યાર્થીઓએ શાળાએ આવે ત્યારે ગેટ પર થર્મલ સ્ક્રીનીંગ જરૂરી રહેશે અને હેન્ડ સેનિટાઈઝર કરવા પડશે. શાળાઓમાં શિક્ષકો ઓનલાઈન ક્લાસ પણ લે છે.
જેથી શાળાએ ના આવનાર વિદ્યાર્થીઓ નો અભ્યાસ ન બગડે. શાળાઓમાં પ્રાર્થનાઓ,ખેલ કુદ જેવી કોઈ ગતિવિધિઓ થશે. શાળામાં એસી નું તાપમાન 24 થી 30ડિગ્રી વચ્ચે રાખવાનું રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment