પેટાચૂંટણીમાં વધારે મતદાન માટે સૌરાષ્ટ્રની આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે ઘડ્યો આ એક્શન પ્લાન,જાણો વિગતે

Published on: 2:39 pm, Mon, 2 November 20

ગુજરાત રાજ્યમાં 3 નવેમ્બરના રોજ ખાલી પડેલી સાત બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે રાજ્યના ધારી બેઠક પર વધુ મતદાન કરાવવા માટે ભાજપ અને કોંગ્રેસે રણનીતિ ઘડી નાખી છે. બંને પક્ષો દ્વારા ધારી બેઠકના મતદારો અને બહારગામથી મતદાન કરાવવા માટેની વ્યવસ્થા કરી નાખી છે.બંને પક્ષો દ્વારા બેઠક પર વધુ મતદાન કરાવવા માટે સ્થાનિક મતદારોની બહારગામથી લાવવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર તારી બેઠકના મતદારો છે હાલમાં બીજા શહેરમાં કામ કાજ અર્થે બહાર હોય તેઓને મતદાન માટે બહાર ગામથી ખાનગી બસોમાં લેવામાં આવશે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સૌથી વધુ બસો દ્વારા બહાર ગામથી મતદારોને મતદાન તારીખે લાવવામાં આવશે.

આ સાથે રાજ્યની બેઠક ગઢડા માટે પણ ભાજપ કોંગ્રેસ બહાર રહેતા મતદારો માટે મતદાન કરાવવા ખાનગી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો પોતાની જીત મેળવવા માટે પ્રચાર ખૂબ જોરશોરથી કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!