મહામારી ના કપરા સમય વચ્ચે એસબીઆઇ બેંકે આપ્યા મોટા રાહતના સમાચાર.

Published on: 9:01 am, Sun, 2 May 21

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI એ શનિવારે હોમ લોન ઉપરનો વ્યાજદર ઘટાડીને 6.70 ટકા કરી દીધો છે. SBI એ એક પ્રેસ રિલીઝ ઝારી કરીને જણાવ્યું કે 30 લાખ સુધીની લોન પર વ્યાજ નો વાર્ષિક દર 6.70 ટકા, 30 થી 75 લાખની લોન પર વ્યાજ નો દર 6.95 ટકા, 75 લાખથી ઉપરની લોન પરનો વ્યાજ દર 7.05 ટકા રહેશે.

એસબીઆઇના એમ ડી સીએસ શેટ્ટીએ જણાવ્યું કે ગ્રાહકો હવે સરળતાથી લોન લઇ શકશે કારણ કે તેનાથી EMI ઘટશે. બેંકે જણાવ્યું કે મહિલાઓ માટે વ્યાજ દરમાં પણ 0.05 ટકાની છૂટ આપવામાં આવી છે.

આ રીતે યોનો એપ દ્વારા લોનની અરજી કરનાર લોકોને 0.05 ટકાની વધારાની છૂટ આપવામાં આવશે. ૩૧ માર્ચ 2020 સુધી હોમલોન પર 6.70 ટકાની બેંક ની ઓફર છે.

અને 1લી એપ્રિલથી બેંકે 6.95 ટકાનો દર બહાલ કરી દીધો છે. હોમ લોન માર્કેટમાં એસબીઆઇ નો હિસ્સો 34 ટકા છે અને બેંકે 5 લાખ કરોડ કરતાં પણ વધારે રકમની લોન આપી રાખી છે.

મહામારી ના કપરા સમયમાં બેન કે સામાન્ય લોકોને એટલે કે હોમ લોન ધારકોને મોટી રાહત આપેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહામારી ના કપરા સમય વચ્ચે એસબીઆઇ બેંકે આપ્યા મોટા રાહતના સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*