ગુજરાતમાં ધૈર્યરાજ જેવી જ એક ગંભીર બીમારી ગીર સોમનાથમાં સામે આવી છે. ગીર સોમનાથમાં વિવાનને સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી આવી છે. વિવાનની ઉંમર માત્ર અઢી માસની જ છે. આજરોજ સોમનાથ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વિવાન માટે CM ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવાની વાત કરી છે.
વિવાન નો જન્મ આલીદર ગામ ના વાઢેર પરિવારમાં થયો હતો. જ્યારે વિવાન દોઢ વર્ષનો થયો ત્યારે તેમના પરિવારને જાણ થઈ કે તેને ગંભીર બીમારી છે.
અને આ બીમારીના સારવાર માટે 16 કરોડના ઇન્જેક્શન ની જરૂર છે. ધૈર્યરાજના માતા-પિતાની જેમ વિવાનના માતા-પિતાએ પણ મદદ માગી છે.
કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા અશોકભાઈ હાલમાં ખૂબ જ પરેશાન છે. થોડાક સમય પહેલા જ પુત્રને આ બીમારીની જાણ થતાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ગયા હતા.
શ્વાસમાં તકલીફ પડવાના કારણે રિપોર્ટ કરાવ્યો અને તે રિપોર્ટ ની ચેન્નાઈ મોકલવામાં આવ્યો હતો ત્યાર બાદ ખબર પડી કે આ બાળકને ધૈર્યરાજ જેવી જ બીમારી છે.
ધૈર્યરાજ બચાવવા ગુજરાતની જનતાએ મદદ કરી હતી અને 16 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. ત્યારે વિવાનના પિતા અશોકભાઈ પણ પોતાના પુત્રને બચાવવા માટે ગુજરાતની જનતાને મદદ માટે અપીલ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment