ગુજરાત શિક્ષણ બોર્ડ ની ચૂંટણી આગામી 25 મી એ રાજ્યભરમાં યોજાવાની છે ત્યારે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માંથી નોંધાયેલા વિવિધ સંવર્ગ ના મતદારો કરી શકે તે માટે 25 મી સપ્ટેમ્બર શાળાઓમાં જાહેર રજા રહેશે.
ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતે લગભગ બે વર્ષ મોડી યોજાઈ રહી છે અને જેમાં સરકારના નવા એકટ સુધારા બાદ માત્ર 9 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ રહી હોય ભારે રસાકસી આ વખતની ચૂંટણીમાં જોવા મળશે.25મી સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ મતદાન કેન્દ્રો માં ચૂંટણી થનાર છે.
જે દિવસે વિવિધ સંવર્ગ ના શિક્ષક મતદારો મતદાન કરી શકે તે માટે બોર્ડ દ્વારા રાજ્ય ની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 25 મી એ જાહેર રજા રાખવામાં આવી છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ શાળાઓને પરિપત્ર કરીને ખાસ એ પણ તાકીદ કરવામાં આવી હતી
કે નિવૃત્તિ, રાજીનામું કે કોઈ અન્ય કારણોસર જે તે સંવર્ગ નો હોદ્દો મતદાનના દિવસે ના હોય તો મતદાન ને પાત્ર ગણાશે નહિ અને મતદાન કરવું બિન અધિકૃત ગણાશે. જેથી મતદાન માટે મતદાર તરીકેનું નામ જોડાયેલું હોય તેવું નમુના મુજબનું પ્રમાણ પત્ર જે તે સ્કૂલ તરફથી કે વ્યક્તિગત રીતે ફરજિયાત આપવાનુ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!