મિત્રો આજના સમયમાં બીજા લોકોની ખુશીઓનું કારણ બનવું ખૂબ જ કઠિન હોય છે. સમાજમાં ઘણા એવા લોકો હોય છે જેઓ બીજા લોકોને ખુશ કરવા કઠિનમાં કઠિન કામ કરીને સમાજમાં એક ઉદાહરણ ઊભો કરતા હોય છે. ત્યારે આજે આપણે એક મહિલા વિશે વાત કરવાના છીએ. તેમના સેવાકીય કામ વિશે જાણીને તમે પણ તેમની વાહ વાહ કરશો.
મિત્રો આ મહિલાએ પોતાનો 40મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો છે. તેમને જન્મદિવસના દિવસે ખાલી ખોટા ખર્ચા ન કરી અને એક એવું સેવાકીય કામ કર્યું કે સાંભળીને તમે પણ ચોકી જશો. મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલાએ કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના વાળનું દાન કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે અને પોતાનું જન્મદિવસ યાદગાર બનાવ્યો છે.
મિત્રો તમને બધાને ખબર હશે કે, વાળ સ્ત્રીઓની સુંદરતાનું શણગાર છે. દરેક ઉંમરની સ્ત્રીઓ પોતાના વાળની માવજત કરતી હોય છે. એવામાં પોતાના વાળનું દાન કરવું એ કાંઈ નાની મોટી વાત નથી. આ મજબૂત મનોબળ વાળી મહિલાનું નામ હિરલબેન છે.
તેમને પોતાનો 40મો જન્મદિવસ યાદગાર બનાવવા માટે 14 ઇંચના લાંબા વાળનું દાન કરીને સમાજમાં એક અનોખો દાખલો બેસાડ્યો છે. હિરલબેન મૂળ પોરબંદરના અને હાલ સેલવાસ વાપી ખાતે રહે છે. હિરલબેન પોતાના 40 માં જન્મદિવસે કેન્સલ પડી તો માટે પોતાના વાળનું દાન કર્યું અને અનેક લોકોને આવું દાન કરવા માટેની પ્રેરણા પણ આપી છે.
દસ વર્ષ પહેલાં હિરલબેનના પિતાના પિતરાઈ બહેન વર્ષાબેન લંડનથી આવ્યા હતા અને એમણે પાંચ વખત વાળનું દાન કરેલું છે. તેમના પરથી હિરલબેનને વાળ દાન કરવાનો વિચાર આવ્યો હતો. વાળનું દાન કરીને હિરલ બેને આ કામ કરીને તેમને કેટલી ખુશી મળી અને આ કામ કેટલું સારું છે તેના વિશે જણાવ્યું હતું.
હિરલ દેને જણાવ્યું હતું કે તેમને ફેસબુક પર અલગ અલગ મહિલાઓ વાળનું દાન કરે છે તેવું સાંભળ્યું હતું. આ બધી મહિલાઓ પાસેથી હિરલબેનને એક પ્રેરણા મળે અને તેમને પણ વાળનું દાન કરવાનું વિચાર્યું હતું. પછી હિરલ બે ને કેન્સર પીડી દર્દીઓ માટે વાળનું દાન કરીને સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment