સુરતના આ પરિવારે દીકરા-દીકરીની લગ્નની કંકોત્રીમાં કંઈક એવું છપાવવું કે, આજે આખા ગુજરાતમાં પરિવારની થઈ રહી છે વાહ વાહ…જાણો એવું તો શું…

Published on: 5:55 pm, Sat, 24 December 22

મિત્રો હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને અત્યારે તો લગ્નની અનોખી કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણા લોકો લગ્નની કંકોત્રીની અંદર પ્રેરણાદાયક મેસેજ લખાવતા હોય છે. આપેલા તમે આવી ઘણી કંકોત્રી સોશિયલ મીડિયા ઉપર જોઈ હશે. ત્યારે સુરતના રાદડિયા પરિવાર છપાવેલી તેવી જેક કંકોત્રી હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે.

રાદડિયા પરિવારે દીકરા-દીકરીના લગ્નની કંકોત્રીની અંદર કંઈક એવું લખાણ લખાવ્યું છે કે, આખા ગુજરાતના પરિવારની વાહ વાહ થઈ રહી છે. રાદડિયા પરિવારની દીકરી જાનવીના લગ્ન 30 જાન્યુઆરીના રોજ અને દીકરા કાર્તિકના લગ્ન એક ફેબ્રુઆરીના રોજ થવાના છે.

પોતાની લગ્ન કંકોત્રી વિશે વાત કરતા કાર્તિક રાદડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, બાળ વિકાસ, મહિલા અને આરોગ્ય માટે અસંખ્ય યોજનાઓ અમલી છે. પરંતુ નાના નાના ગામડાઓમાં અશિક્ષિત વર્ગો સુધી આવી યોજનાઓ કેટલાય કારણસર પહોંચી શકતી નથી.

અમારા માતા-પિતા સંપૂર્ણપણે અશિક્ષિત હોવાથી એમને પણ આ પ્રકારની તકલીફનો સામનો કરવો પડ્યો છે. એમને પડતી મુશ્કેલીઓ અને મને શિક્ષણ અને સમાજમાં કંઈ યોગદાન આપવાની પ્રેરણા આપી છે. કાર્તિક રાદડિયાએ વધુમાં જણાવ્યું કે મારી લગ્ન કંકોત્રી મારા મિત્રોએ, વોટ્સએપ, ફેસબૂક જેવા સોશિયલ મીડિયાના મારફતે શેર કરી છે અને અસંખ્ય લોકો સુધી આ સુવિધા પહોંચી ચૂકી છે.

કાર્તિકે જણાવ્યું કે, આ કંકોત્રી થી 10% લોકોને મદદ મળશે તો હું મારો પ્રયત્ન સફળ માનીશ મિત્રો કાર્તિક રાદડિયાએ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી સુરતથી બીબીએ અને એલએલબી કર્યું છે. અત્યારે તેઓ સમાજ કાર્યમાં માસ્ટર ડિગ્રીમાં એમ.એ મેળવી રહ્યા છે.

મિત્રો તમને જણાવી દે કે કાર્તિક રાદડિયા દ્વારા પોતાની લગ્નની કંકોત્રીમાં, માં વાત્સલ્ય યોજના, અમૃતમ યોજના, શૈક્ષણિક અભિયાન યોજના, વિદેશ અભ્યાસ લોન માટેની યોજના, ભોજન બીલ સહાય, વિવિધ ઉચ્ચ અભ્યાસ માટેની કોચિંગ સમય અંગેની તમામ વિગતો તેમને કંકોત્રીની અંદર જણાવી હતી.

લગ્નની કંકોત્રીની અંદર આ બધી યોજનાનો શું ફાયદો છે તેના વિશે લખવામાં આવ્યું હતું જેના કારણે ઘણા લોકોને મદદ થઈ શકે છે. આ ઉપરાંત તેમને લગ્નની કંકોત્રીમાં સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝનો ફોટો પણ છપાવડાવ્યો છે. આ ઉપરાંત કાર્તિક રાદડિયાએ પોતાની કંકોત્રીના બીજા પાના પર આઝાદી કા અમૃત મહોત્સવની જલક પણ દેખાડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો