રાજ્યની બજારોમાં કેસર કેરીનું ધમાકેદાર આગમન,જાણો 20 કિલો કેરીનો આજનો ભાવ…

Published on: 4:19 pm, Mon, 15 April 24

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં હાલ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે અને અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ હાલમાં 2400 રૂપિયાથી 3200 રૂપિયા ની સપાટી પર પહોંચ્યો છે અને અમરેલી જીલ્લો એ કેસર કેરીનો ગઢ માણવામાં આવે છે.

અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે અને હાલ ધીરે ધીરે કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે.અમરેલીના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે અમરેલી જિલ્લાના ફ્રુટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે

અને હાલ 10 ક્વિન્ટલ જેટલી કેસર કેરી માર્કેટમાં આવી ચૂકી છે અને ઉપર જણાવ્યા મુજબ 2400 થી 3200 રૂપિયા 20 કિલો કેરીનો ભાવ છે અને કેસર કેરીની માંગ આવક થતા ની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીનો સ્વાદ માણવા

માટે ખરીદી કરી રહ્યા છે.વાત થાઇ હાફૂસ કેરીની તો તેનો ભાવ 2600 રૂપિયાથી 3600 રૂપિયા છે અને સરેરાશ ભાવ 3200 ની આજુબાજુ છે અને ચાર ક્વિન્ટલ હાફૂસ કેરીની પણ આવક થાય છે અને અમરેલી જિલ્લામાં 7000 હેક્ટર પાકનું વાવેતર છે ને મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરી અને ગુજરાતની બહાર કેરી મોકલવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "રાજ્યની બજારોમાં કેસર કેરીનું ધમાકેદાર આગમન,જાણો 20 કિલો કેરીનો આજનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*