સુરતના ક્ષેત્રપાલ હનુમાનજી મંદિરના મહંત રાકેશનાથ મહારાજનું દુઃખદ નિધન, અચાનક જ મહંતનું મૃત્યુ થતા ભક્તોમાં માતમ છવાયો…’ઓમ શાંતિ’

Published on: 7:52 pm, Sat, 3 June 23

સોશિયલ મીડિયા પર અવારનવાર એવા કિસ્સાઓ સામે આવે છે, જેમાં લોકો હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પામે છે. સુરત(Surat)ના સગરામપુરા વિસ્તારમાં આવેલા ક્ષેત્રપાલ હનુમાન મંદિર(Kshetrapal Hanuman Temple)ના 52 વર્ષીય મહંત રાકેશ નાથ મહારાજનું(Mahant Rakeshnath Maharaj) મોડી રાત્રે હાર્ટ એટેક(Heart attack) ના કારણે નિધન થયું હતું. મહંત અને છેલ્લા બે ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

આ દરમિયાન છાતીમાં દુખાવા બાદ અચાનક મોત થતા ભક્તોમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જ્યારે મહંતના અંતિમ સંસ્કાર આગામી સોમવારે પુત્ર અમેરિકાથી આવ્યા બાદ કરવામાં આવશે. સુરતમાં સંકટમોચનના સૌથી પૌરાણિક મંદિર સગરામપુરા વિસ્તારમાં 350 વર્ષો જૂનું હનુમાનજીનું ક્ષેત્રફળ દાદા નું મંદિર આવેલું છે.

સંકટ મોચન હનુમાન ક્ષેત્રપાલ સ્વરૂપે સ્વયંભૂ બિરાજમાન થયા છે. હનુમાનજી સાથે કાલભૈરવ દાદા અને શ્રી બટુક ભૈરવનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું, આ સાથે ક્ષેત્રપાળ ભૈરવની સ્થાપના કરવામાં આવી. અહીંની ક્ષેત્રપાળ હનુમાન સાથે કાલભૈરવ અને શ્રી બટુક ભૈરવની સ્વયંભૂ પ્રતિમા સંપૂર્ણ સિંદૂરમાં જોવા મળી હતી.

આ મંદિરના મહંત રાકેશનાથ મહારાજ હતા, જેનું મોડી રાત્રે હાર્ટ અટેક ના કારણે નિધન થયું છે. રાકેશનાથ મહારાજના પિતા પહેલા ક્ષેત્રફળ હનુમાન મંદિરના મહંત હતા, ત્યારબાદ તેમનું નિધન થતા પુત્ર રાકેશનાથ મહારાજ મહંત બન્યા હતા. જેમને બે પુત્રો છે, પ્રતીક મહારાજ હાલશેત્રપાલ મંદિરમાં જ મહંત છે.

જ્યારે નાનો પુત્ર અમેરિકા રહે છે, 52 વર્ષીય રાકેશ નાથ મહારાજ નું નિધન થતા તેમના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. નાનો પુત્ર અમેરિકાથી આવ્યા બાદ આગામી સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, આ મંદિર ભક્તો માટે ખૂબ જ આસ્થા માધ્યમ બની રહ્યું છે. દૂર દૂરથી અહીં ભક્તો દર્શન માટે આવે છે, સંકટ મોચન આ ક્ષેત્રફળ દાદા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

અનેક ભક્તો પોતાની બાધા અને માનતા માનવા અહીં આવે છે, ખાસ કરીને શનિ અને મંગળવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ક્ષેત્રપાલ દાદા ના આ મંદિરની સાથે ભગવાન શિવનું મંદિર પણ આવ્યું છે, ભગવાન શનિદેવનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. ભક્તો ક્ષેત્રપાલ દાદા ના દર્શન કરી ભોલેનાથ અને શનિદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના ક્ષેત્રપાલ હનુમાનજી મંદિરના મહંત રાકેશનાથ મહારાજનું દુઃખદ નિધન, અચાનક જ મહંતનું મૃત્યુ થતા ભક્તોમાં માતમ છવાયો…’ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*