ગાંધીનગરમાં બાળકને છોડવાના મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપી સચિન દીક્ષિત ના મોબાઇલ કબજે કરવામાં આવ્યા છે. મોબાઈલના કોલ ડિટેઈલ્સ માટેની કાર્યવાહી હાથ ધરાઇ છે.ગુનાહિત કાર્ય કર્યા બાદ સચિન દીક્ષિતે કોની કોની સાથે વાતચીત કરી તેની વિગત માટે કાર્યવાહી હાથ ધરાય છે.
મોબાઇલ લોકેશનના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સચિન દીક્ષીત ના મોબાઈલ ડેટા માયે fsl ની મદદ લઈ શકે છે, સચિને અને મહેંદી કેટલા સમયથી સંપર્કમાં હતા તેની વિગત મોબાઈલ ડેટા આધારે મેળવી શકે છે.વડોદરા માં હિના ઉર્ફે મહેંદી નો મામલો ચર્ચામાં છે.
વડોદરા પોલીસ દ્વારા હિના ના પ્રેમી સચિન ના વિરોધમાં ગુનો દાખલ કર્યો છે. સચિન ગાંધીનગરથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવા બાદ પોલીસ કાર્યવાહી કરશે અને કબજો મેળવ્યા બાદ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે.જ્યારે નાના એવા બાળકને પેથાપુર ગૌશાળામાં ત્યજી દેવાનો મામલો છે.
ગાંધીનગર એસ.ઓ.જી સચિન દીક્ષિતને કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો છે. સચિન દીક્ષિતનો ડી.એન.એ ટેસ્ટ કરાવવા માટે પણ કવાયત હાથ ધરવામાં આવશે.સચિન ના પરિવારજનોનું પોલીસ કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યો હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment