વિધાનસભાની ચૂંટણીને લઈને એક્શન મોડમાં રાજ્યની ભુપેન્દ્ર સરકાર,2022 ને લઈને તમામ મંત્રીઓને અપાયો આ ટાર્ગેટ

57

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને એક્શન મોડમાં આવી છે. તમામ પ્રધાનોને વિધાનસભા 2022 નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના તમામ વિભાગને મહત્વના પ્રોજેક્ટ પર કામ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ પ્રોજેક્ટ ચૂંટણી પહેલા પૂર્ણ કરવાની સૂચના આપી દીધી છે. મુખ્યમંત્રીએ તમામ વિભાગના પ્રેઝન્ટેશન ની સમીક્ષા કરશે. જે બાદ તાત્કાલિક ધોરણે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.સરકારના 26 વિભાગમાંથી મહત્વના તેમજ લોકોને સ્પર્શતા પ્રોજેક્ટ ની વિગતો મંગાવવામાં આવી છે.

રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં રમતગમતના મેદાન,ઇ લાયબ્રેરી, આવાસ યોજના,27 હજારથી વધુ ગૃહ વિભાગ માં ભરતીઓ, આંતરમાળખાકીય સુવિધાઓ તમામ બાબતે પ્રધાને કામે લાગ્યા છે.100 દિવસમાં સમીક્ષા કરેલા કામો પૂર્ણ કરવાની સૂચના આપી છે.

રાજ્ય સરકારના મહેસુલ, આરોગ્ય, નાણા વિભાગ, રમતગમત, ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, વન વિભાગ, અનુસૂચિત જનજાતિ વિભાગ,ટુરીઝમ સહિત વિવિધ વીભાગોમાં સરકારી ભરતી સહિતના વિકાસના કામો કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!