ગયા અઠવાડિયે જ અમરેલીના એસ.પી. શ્રી નિર્લિપ્ત રાયની ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી થાય છે. એસ.પી. શ્રી નિર્લિપ્ત રાય છેલ્લા 47 વર્ષથી અમરેલીમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમના વિદાય સમારોહમાં આખું અમરેલી ભાવુક થઈ ગયું હતું. તેમને પહેલી વખત અમરેલીમાં આટલો લાંબો સમય કાઢ્યો હશે.
કારણ કે અગાઉ પાંચ વર્ષમાં તેમની છ વખત બદલી થઈ હતી. એસ.પી. શ્રી નિર્લિપ્ત રાયે અમરેલીને લુખ્ખા તત્વોથી મુક્ત કરી દીધું છે. તેમને અમરેલી છોડતા પહેલા એક લુખ્ખા તત્વોને જેલની દીવાલની પાછળ ખસેડાયો છે. તેમના આ કાર્યને કારણે ચારેય બાજુ તેમની વાહ વાહ થઈ રહી છે.
મળતી માહિતી મુજબ ભૂતકાળમાં રેતી ચોરીના કેસમાં પોલીસ દ્વારા મહિપત દિલુભા વાળા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે પોલીસને રેતી અને ટ્રેક્ટર મળીને કુલ રૂપિયા 2.50 લાખનોન મુદ્દામાલ પણ કબજે લીધો હતો. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી છતાં પણ રેતી માફિયાઓ બેફામ બની ગયા હતા.
અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા વારંવાર ગુનાહિત પ્રવુતિ કરતા માથાભારે ઈસમ મહિપત દિલુભાઈ વાળા રહે. વાંકિયા તા.અમરેલીનાઓને ખાસ જેલ પાલરા, ભુજ ખાતે પાસા તળે ધકેલાયા. pic.twitter.com/pywTqIdkHC
— SP AMRELI (@SP_Amreli) April 24, 2021
2021માં એસ.ઓ.જી.ની પોલીસ જીપને મહિપત વાળાએ ડમ્ફરથી પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. એટલું જ નહીં પરંતુ પોલીસ અધિકારીઓ પર ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કર્યા હતા.
આ ઘટના બનતા જ ચારે બાજુ ચકચાર મચી ગઇ હતી. ઇરાદાપૂર્વક પોલીસવાનને નિશાનો બનાવનાર મહિપત વાળાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા વારંવાર ગુનાહિત પ્રવુતિ કરતા માથાભારે ઈસમ મહિપત દિલુભાઈ વાળા રહે. વાંકિયા તા.અમરેલીનાઓને ખાસ જેલ પાલરા, ભુજ ખાતે પાસા તળે ધકેલાયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment