મોંઘવારીની મહામારી : આજે ફરી એક વખત કરવામાં આવ્યો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો – જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ…

Published on: 10:05 am, Wed, 6 April 22

દેશમાં દિવસેને દિવસે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 16 દિવસમાં 14 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આજે ફરી એક વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 80 પૈસા અને ડિઝલના ભાવમાં પણ 80 પૈસાનો વધારો થયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 105.41 રૂપિયા અને ડીઝલનો ભાવ 96.67 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 117.57 રૂપિયા નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 103.47 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 97.76 રૂપિયા નોંધાયો છે.

વડોદરામાં પેટ્રોલનો ભાવ 103.13 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 97.43 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 103.23 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 97.54 રૂપિયા નોંધાયો છે. ગાંધીનગરમાં પેટ્રોલનો ભાવ 103.68 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 97.97 રૂપિયા નોંધાયો છે.

જામનગરમાં પેટ્રોલનો ભાવ 103.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 97.70 રૂપિયા નોંધાયો છે. જુનાગઢમાં પેટ્રોલનો ભાવ 104.12 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 98.43 રૂપિયા નોંધાયો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ 103.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 97.66 રૂપિયા નોંધાયો છે.

ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 105.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 99.44 રૂપિયા નોંધાયો છે. હજુ પણ આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદોના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ સતત વધી રહ્યો છે. આ કારણોસર સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોંઘવારીની મહામારી : આજે ફરી એક વખત કરવામાં આવ્યો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો – જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*