ફી મામલે રૂપાણી સરકારે હાઇકોર્ટમાં કહ્યું કે સંચાલકો અમારું માનતા નથી, રૂપાણી સરકાર પાણીમાં બેસી ગઈ

Published on: 11:26 am, Sat, 5 September 20

ફી મામલે રૂપાણી સરકારે હાઇકોર્ટમાં કહ્યું કે સંચાલકો અમારું માનતા નથી, વાલીઓની પરિસ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ

એક બાજુ સમગ્ર રાજ્યમાં કોરોના નો કહેર વર્તાઈ રહી છે ત્યારે બીજી બાજુ શાળા-કોલેજો અનલૉક ના કારણે બંધ છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી શાળાઓની ફી મામલે કેટલાક વિવાદો ચાલી રહ્યા છે. રાજ્ય સરકારે આવા કપરા સમયમાં વાલીઓને સૂડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિ કરી નાખી છે.એક બાજુ શાળા સંચાલકો રાજ્ય સરકારનું માનવા તૈયાર નથી તો બીજી બાજુ શિક્ષણ વિભાગ પાણીમાં બેસી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

રાજ્ય સરકારે તાજેતરમાં હાઈકોર્ટ પાસે મદદ માગતાં કહ્યું છે કે, શાળા સંચાલકો અમારું કોઈનું માનતા નથી. નવાઈની વાત તો એ છે કે શાળા સંચાલકો સરકારનું જ માનતા નથી. ત્યારે આ બાબતે શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચે બરોબર નું બોર્ડિંગ જામી ગયું હોય તેવું લાગી રહ્યું છે. શાળા સંચાલકોની આવી દાદાગીરી તે એક બાજુ વાલી પરેશાન છે, જ્યારે બીજી બાજુ રાજય સરકાર પોતાની ગોઠવણ માં વ્યસ્ત છે. રાજ્યનો શિક્ષણ વિભાગ આવા સમયમાં કોઈ એક્શન લઇ શકાતો નથી,ત્યારે એ સવાલ થઈ છે કે, આખરે શિક્ષણ વિભાગ કરે છે શું, શાળા સંચાલકો સામે એક્શન લેવાની હિંમત ખૂટી ગઈ છે.

રાજ્યસરકારે કરેલી હાઇકોર્ટમાં અપીલ પર આગામી શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાશે. રાજ્ય સરકાર એકબાજુ કોરોના ને મૂકીને જ્યારે શાળા સંચાલકોએ પોતાનું આગવું માળખું તૈયાર કર્યું છે. આ પરિસ્થિતિમાં શાળા સંચાલકો ત્યારે દાદા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ વાલીઓને લૂંટવાનું કામ આ લોકો બંધ કરતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!