ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે રૂપાલાને કોઈ બીક નથી : રાજકોટમાં ખુલ્લી જીપે બેટ બતાવીને જીતી લેવાનો કર્યો ઇશારો

Published on: 10:51 am, Sun, 14 April 24

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ થી આ જ સુધી રાજપુત સમાજના લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં લોકસભા ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા નો પ્રચાર જોર સોર થી કરવામાં આવી રહ્યો છે

અને બીજી તરફ ક્ષત્રિય સમાજ સતત મહાસંમેલન અને વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટમાં ગંગેશ્વર મહાદેવ તેમજ હનુમાન ગઢી ચોક પાસેના હનુમાનજીના મંદિરે દર્શન કરી તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા.પુરુષોત્તમ રૂપાલા દ્વારા પદયાત્રાને બદલે ખુલ્લી જીપમાં પોતાનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો

અને આ દરમિયાન તેમના સ્વાગત માટે આવેલા ક્રિકેટ એકેડેમીના વિદ્યાર્થીઓનું બેડ પકડી લડી લેવાનું ઈશારો કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેમના દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન રૈયા રોડ ઉપર એક તરફ નો રસ્તો બંધ કરવામાં આવતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.

એક દિવસ અગાઉ 150 ફૂટ રીંગ રોડ ઉપર પુરુષોત્તમ રૂપાલા ની સભા પહેલા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પદ્મિની બા વાળા સહિતની મહિલાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. પરમ દિવસે સાંજે ભાજપની સભા દરમિયાન રૂપાલા હાય હાય ના નારાપણ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા લગાવવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે રૂપાલાને કોઈ બીક નથી : રાજકોટમાં ખુલ્લી જીપે બેટ બતાવીને જીતી લેવાનો કર્યો ઇશારો"

Leave a comment

Your email address will not be published.


*