રોટલીયા હનુમાનદાદા : પાટણમાં આ મંદિરમાં હનુમાન દાદાને માત્ર રોટલીઓનો જ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે, જાણો શું છે આ પ્રથા પાછળનું કારણ…

આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ શ્રદ્ધાથી અને આસ્થાથી દેવી-દેવતાઓને પૂજવામાં આવે તો હર એક સમસ્યાઓનો હલ આવે છે, અને તમામ દુઃખ દૂર થાય છે. તેથી લોકો દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે આપણે એક એવા જ મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે, કે જ્યાં હનુમાન દાદા બિરાજમાન છે.

આ મંદિર હંસા પુર રોડ પર આવેલી અશોકવાટિકામાં હનુમાનજી દાદાના મંદિર ને રોટલીયા હનુમાનદાદા તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની પાછળ એક અનોખી કહાની રહેલી છે. કહેવાય છે, કે આ મંદિર અબોલ જીવોની ભૂખને શાંત કરવા માટે બનાવવામાં આવ્યું છે.

અહીં ભક્તો હનુમાનદાદાને રોટલો પ્રસાદ તરીકે અર્પણ કરે છે. હનુમાનજી દાદાના મંદિરે લોકો દૂર-દૂરથી દર્શનાર્થે આવતા હશે. આ એક આખા દેશનું એવું મંદિર છે, કે જ્યાં સેવાનું કામ કરવામાં આવે છે. સાથે સાથે ભક્તો હનુમાન દાદા ને પેંડા કે પ્રસાદ નહીં પરંતુ બાજરીના રોટલા કે ઘઉં ના રોટલા નો ચડાવો કરે છે.

અહીં હનુમાનજી દાદાની જે પ્રસાદ ચઢાવવામાં આવે છે. તેનો ઉપયોગ અબોલા પ્રાણીઓની ભૂખને શાંત કરવા માટે અલગ-અલગ વિસ્તારમાં મોકલવામાં આવશે. ત્યારે ચારે બાજુ પાટણ માં આવેલા હનુમાનદાદાનું મંદિર ની ચર્ચાઓ થઈ રહી છે, સાથે સાથે આ મંદિરે દૂર-દૂરથી લોકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે.

અહીં ભક્તો દર્શનાર્થે આવે છે. ત્યારે તેમની દરેક માન્યતાઓ પણ પૂર્ણ થાય છે. રોટલી હનુમાન ને એ માટે રોટલીયા હનુમાન કહેવામાં આવ્યા છે કે અહીં પ્રસાદ તરીકે લોકો બાજરાના રોટલા ઘઉંના રોટલાનો ચડાવો કરે છે. ત્યારબાદ નવાઈની વાત તો એ છે કે અહીં સેવાનું કાર્ય કરતા કરતા રોટલાની આજુબાજુના વિસ્તારોમાં જઈને અબોલા પ્રાણીઓને ખવડાવવામાં આવે છે.

અત્યારે કહી શકાય કે દેવી-દેવતાઓને શ્રદ્ધાથી પૂજવામાં આવે તો આપ સૌની બધી જ માન્યતા પૂર્ણ થાય છે, અને આ મંદિરે દર્શન કરવા આવતા દરેક ભક્તો હસતા મોઢે કરી પરત ફરે છે. અને હનુમાનજી મહારાજના આશીર્વાદ સદાય સાથે રહેશે એવી સૌ લોકોમાં આશા જોવા મળી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*