રાજકોટમાં માલધારી ફાટક પાસે એક બેકાબૂ ટ્રકે એક શાળાના પ્રિન્સિપાલને લગાવી જબરદસ્ત ટક્કર – સારવાર દરમિયાન પ્રિન્સિપલનું કરુણ મૃત્યુ…

Published on: 10:03 am, Fri, 8 April 22

રાજકોટમાં બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક શાળાના પ્રિન્સિપાલનું કરૂણ મૃત્યુ થયું છે. પ્રિન્સિપલનું મૃત્યુ થતાં પરિવારજનો અને શાળામાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ રાજકોટમાં નીલકંઠ પાર્ક મેઇન રોડ પર જે. કે. ધોળકિયા સ્કૂલ પાસેની શેરીમાં રહેતા 46 વર્ષીય હિતેશભાઈ નરોત્તમ પુજારાનું આ ઘટનામાં કરૂણ મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ હિતેશભાઈ સવારે પોતાની બાઇક લઇને ટી.એન.રાવ બી.એડ કોલેજમાં મૂલ્યાંકન કમિટીની બેઠકમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. ત્યાં હાજરી આપીને તેઓ કોઠારીયા સાથે પોતાની બાઇક લઇને ચોપડા લેવા જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં માલધારી ફાટક પાસે ગેસના બાટલાથી ભરેલી ટ્રકે હિતેશભાઈની બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં હિતેશભાઈ ફંગોળાઈ ગયા હતા અને હિતેશભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા અને હિતેશભાઈ ને નજીકના દવાખાનામાં સારવાર માટે ખસેડયા હતા.

ત્યાંથી હિતેશભાઈને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા હિતેશભાઈ ને એક પુત્ર છે. હિતેશભાઈ ના મૃત્યુના કારણે એક પુત્ર પિતાની છત્રછાયા ગુમાવી છે.

મળતી માહિતી અનુસાર હિતેશભાઈ રસુલપરા માં આવેલી પ્રાથમિક શાળામાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા હતા. હિતેશભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો અને શાળા સ્ટાફ માં માતમ છવાઇ ગયો હતો. પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં માલધારી ફાટક પાસે એક બેકાબૂ ટ્રકે એક શાળાના પ્રિન્સિપાલને લગાવી જબરદસ્ત ટક્કર – સારવાર દરમિયાન પ્રિન્સિપલનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*