પ્રેમ પ્રકરણમાં એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો, યુવકના પરિવારજનોએ યુવતીના ઘરની સામે યુવકના અંતિમ સંસ્કાર કર્યા…

Published on: 6:23 pm, Thu, 7 April 22

તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં પ્રેમ પ્રકરણમાં એક બીજાનો જીવ લઈ લેવામાં આવતો હોય છે. ત્યારે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ બિહારના મુજફ્ફરપુરમાં પ્રેમ પ્રકરણમાં એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યું હતું. યુવકના મૃત્યુ બાદ પરિવારજનો અને અન્ય લોકો ભારે રોષ ભરાયા હતા.

રોષે ભરાયેલા લોકો યુવકનું મૃતદેહ લઈને પ્રેમિકાના ઘરની સામે પહોંચ્યા હતા અને પ્રેમિકાને ઘરની સામે જ યુવકની ચિતા પ્રગટાવીને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. યુવકના અંતિમ સંસ્કાર વચ્ચે ભારે વિવાદ થયા હતા. યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો ત્યારબાદ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું અને ત્યારબાદ યુવકના મૃતદેહને પરિવારજનોને સોંપ્યું હતું. પરિવારજનો યુવકનું મૃતદેહ લઈને યુવતીના ઘરની સામે પહોંચ્યા હતા અને યુવતીના ઘરની સામે યુવક ના અંતિમ સંસ્કાર કર્યા હતા.

જ્યારે યુવકના પરિવારજનો યુવતીના ઘરની પાસે પહોંચ્યા ત્યારે યુવકના પરિવારજનો દ્વારા ઘણા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભારે હંગામો થતાં યુવતીના પરિવારજનોએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને યુવતીના ઘરની સામે ભેગી થયેલી ભીડને કાબૂમાં લીધી હતી. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 22 વર્ષની હતી અને તેનું નામ સૌરભ કુમાર હતું. આ ઘટના જૂની છે. મળતી માહિતી મુજબ યુવક પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. ત્યારે આરોપીએ યુવકનો જીવ લઇ લીધો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારબાદ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું. યુવકનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રેમ પ્રકરણમાં એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો, યુવકના પરિવારજનોએ યુવતીના ઘરની સામે યુવકના અંતિમ સંસ્કાર કર્યા…"

Leave a comment

Your email address will not be published.


*