Rajkot, PSI Dashrath Singh Jhala dies of Heart attack: ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક(Heart attack) આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આજથી બે દિવસ પહેલા બનેલી તેવી જ એક ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં રાજકોટમાં(Rajkot) રહેતા નિવૃત્ત PSI દશરથસિંહ અજીતસિંહ ઝાલાનું(PSI Dashrath Singh Jhala) 65 વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલાના કારણે તેમનું મોત થયું છે.
દશરથસિંહ ઝાલાનું મોત થતા જ પોલીસ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર દશરથસિંહ ઝાલા રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા શાંતિવન પાર્કમાં રહેતા હતા. ઘટના બની તે દિવસે રાત્રે 11 વાગ્યાની આસપાસ દશરથસિંહ પોતાના ઘરે હતા. ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો.
પછી તેમને આ વાતની જાણ પોતાના પરિવારજનોને કરી હતી. પરિવારના સભ્યો કાંઈ સમજે તે પહેલા તો દશરથસિંહ બેભાન થઈને પડી ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના ડોક્ટરે દશરથસિંહ ઝાલાની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
દશરથસિંહ ઝાલાનુ મોત થતા જ તેમના પરિવારજનો અને પોલીસ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે દશરથસિંહ ઝાલાએ પોતાની પોલીસ ફરજ દરમ્યાન અને જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવી હતી. છેલ્લે તેઓ અમદાવાદમાં પીએસઆઇ હતા. દશરથસિંહ ઝાલાનો એકનો એક દીકરો હિરેન્દ્રસિંહ ઝાલા પણ પોલીસ ફોર્સ માં છે.
તે રાજકોટ શહેરનું એલસીબી ઝોન 2 માં ફરજ બજાવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે દશરથસિંહ ઝાલા એકદમ સ્વસ્થ અને નીરોગી જીવન જીવતા હતા. આમ છતાં પણ અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડ્યો અને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું. દશરથસિંહ ઝાલાના મોતના કારણે એક દીકરા અને બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment