અમદાવાદમાં AMTS બસ શરૂ કરવાને લઈને, જાણો ચેરમેને શું કહ્યું.

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા હતા પરંતુ ચૂંટણી આવતા કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં જ ગુજરાતમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે શહેરની BRTS-AMTS બસોની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

ત્યારે હાલમાં ગુજરાતમાં કોરોના ના કેસો જોવા જઈએ તો આ કેસમાં ઘણો બધો ઘટાડો જોવા મળ્યો છે અને અમદાવાદ શહેરની સ્થિતિ પણ ઘણી બધી સુધરી છે. તેના કારણે લોકોને ખૂબ જ અવરજવર માટે ઉપયોગી એવી બસ AMTS બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી શકે છે.

ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું હતું કે સીટી બસની સેવા શરૂ કરવા માટેની તમામ ચર્ચાઓ રાજ્ય સરકાર સાથે કરવામાં આવશે અને ત્યારબાદ વેલા તકે નિર્ણય લેવામાં આવશે કે બસ રોડ પર દોડે છે કે નહીં. ગુજરાતમાં કોરોના ની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે રાજ્યમાં 1871 નવા કેસો નોંધાયા.

અને કોરોના કારણે 25 લોકોના મૃત્યુ થયા. અને ગુજરાતમાં કોરોના થી સાજા થતાં લોકોનો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 1,68,94,303 લોકો રસીકરણ થયેલ ગયું છે.

આજે ગુજરાતમાં 1,83,070 લોકોને એક શિલા આપવામાં આવશે. સુરત અને અમદાવાદમાં કોરોના નું સંક્રમણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. સુરત શહેરમા નવા કોરોના નો કેસ 139, સુરત ગ્રામ્ય વિસ્તારમાં 58 કેસ નોંધાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*