ખેડૂત આંદોલનને લઈને ખેડૂતોના સમર્થનમાં મહિલાઓ, આજે કરશે એવું કામ કે મોદી સરકારનું વધશે ટેન્શન…

દેશમાં છેલ્લા ઘણા મહિનાથી દિલ્લી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અંદાજે ખેડૂત આંદોલન ના 8 મહિના પૂરા થઈ ગયા છે. ત્યારે હવે ખેડૂતોના સમર્થનમાં મહિલાઓ પણ ઉતરી છે. આજરોજ જંતર-મંતર ખાતે ખેડૂત સંસદનું સંચાલન મહિલાઓ કરશે.

મહિલાઓ આજરોજ ખેડૂત સંસદ દરમ્યાન હાલની કૃષિ વ્યવસ્થા અને આંદોલનમાં તેમની ભૂમિકાની સાથે કૃષિ કાયદાના તમામ પાસાઓ પર પોતાનું નિવેદન રજુ કરશે.

આ ઉપરાંત ખેડૂત સંસદમાં સામેલ થવા માટે અલગ-અલગ રાજ્યોમાંથી મહિલાઓ ખેડૂત મોરચા પર પહોંચી રહી છે. તેમજ ખેડૂત સંસદના 3 સત્ર દરમિયાન મહિલાઓ કૃષિ કાયદા, ખાસ કરીને મંડી એક પર પોતાના વિચારો રાખશે. આ ઉપરાંત તેમના તમામ પાસાઓ પર ચર્ચા થશે.

ખેડૂત આંદોલન માં ખેડૂતો જે માંગ કરી રહ્યા છે તેનો અવાજ સરકાર સુધી પહોંચાડવામાં તેમની ભૂમિકા ભજવી શકે છે. તેમજ ખેડૂત સાંસદના 3 સત્રની અધ્યક્ષની જવાબદારી 3 ખેડૂત મહિલાઓ સંભાળ છે.

આ ઉપરાંત ખેડૂત સંસદમાં 200 ખેડૂત મહિલાઓ સામેલ થશે. જેમાં પંજાબની 100 મહિલાઓ અને અન્ય રાજ્યમાંથી 100 મહિલાઓ સામેલ થશે. તેમજ મહિલાઓ ઘરની બહારથી તમામ વર્ગો પર આ કાયદાની અસર પર વિસ્તૃત ચર્ચા થશે.

તેમજ 27 જુલાઈએ આ વિષય પર ખેડૂત પ્રતિનિધિ તરફથી નિર્ણય અને સંકલ્પ લેવામાં આવશે. તેમજ આ બે દિવસ સુધી ખેડૂત સંસદમાં કેન્દ્ર સરકારના કોન્ટેકટ ફાર્મિંગ એકટ પર ચર્ચા કરશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*