શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો વિગતે.

Published on: 12:08 pm, Mon, 26 July 21

આજરોજ રાજ્યમાં ધોરણ 9 થી 11 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યક્રમ ઓફ લાઇન શરૂ થઈ ગયું છે. ત્યારે હવે એવી ચર્ચાનો વિષય બની રહ્યો છે કે પ્રાથમિક શાળાઓમાં ક્યારે શિક્ષણ કાર્યક્રમ શરૂ થશે. કારણ કે આજરોજ રાજ્યમાં કોરોના નિયમોને ધ્યાનમાં રાખીને માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે.

ત્યારે સરકાર પ્રાથમિક શાળા શરૂ કરવા અંગે વિચારણા શરૂ કરી રહી છે. તેમજ આરોગ્ય વિભાગના અભ્યાસ અનુસાર રાજ્યની કોર કમિટીની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સંકેત આપ્યા છે. આજરોજ રાજ્યમાં ધોરણ 9 થી 11 ના વિદ્યાર્થીઓનું શાળાઓ શરૂ થઈ ગઈ છે.

ત્યારે પ્રાથમિક શાળાઓમાં પ્રત્યેક શિક્ષણની શરૂઆત થઇ શકે તેવી ચર્ચાઓ સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ જ્યારે કોર કમિટીની બેઠક યોજાશે ત્યારે આ અંગે નિર્ણય લેવામાં આવશે.

તેમજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાને લઈને સંકેતો આપી દીધા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે આજથી રાજ્યમાં ધોરણ 9,10 અને 11 વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ થઈ ગયું છે.

અને હું આ સૌ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવું છું. આ ઉપરાંત તેમને કહ્યું કે કોર કમિટીની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ કાર્ય શરૂ થશે તે અંગે નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતમાં કોરોના ની સ્થિતિ દિવસે ને દિવસે સારી થતી જાય છે અને રાજ્યમાં કોરોના કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે હવે શાળા સંચાલકોએ ધોરણ 9 થી 11 ની શાળાઓ રાબેતા મુજબ શરૂ કરી દેવા માટે સરકારને રજુઆત કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.