ભારતમાં પ્રથમ કોરોના રસી આવવાને લઈને આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને આપ્યો મહત્વપૂર્ણ જવાબ,જાણો ક્યારે આવશે પ્રથમ કોરોના રસી?

201

હાલમાં આખું વિશ્વ કોરોના રોગચાળાની સામે લડી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં આર્થિક કટોકટી ઊભી થઈ છે અને મંદી જેવો માહોલ ઉભો થયો છે. રશિયાની ઓકસફોર્ડ યુનિવર્સિટી એ રસી ની સૌથી મોટી આશાઓ આપી હતી. ભારતમાં પણ ઓક્સફોર્ડ યુનિવર્સિટી ની રસી ટૂંક જ સમયમાં આપવામાં આવશે તેમ કહેવાય રહ્યું છે. ભારતમાં રસી અંગે સંશોધન કાર્ય પ્રગતિમાં છે.આ રસી ક્યારે આવશે અને રસીકરણ માટેની સરકારની યોજના હશે તે વિશે લોકોના મનમાં કુતૂહલ છે.

આ  અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન રવિવારે આ પ્રશ્નનો જવાબ આપતા મહત્વનું નિવેદન આપ્યું હતું.ડો.હર્ષવર્ધન એક ટ્વિટમાં કહ્યું છે કે, કોરોના રસી ક્યારે મળશે? રસી સૌપ્રથમ કોને આપવામાં આવશે?2021 ના બીજા ક્વાર્ટરમાં કોરોના રસીકરણ માટે સરકારનું શું લક્ષ્ય છે?.

આવા અનેક પ્રશ્નો જવાબ રવિવારે એક સંવાદ કાર્યક્રમ દ્વારા આપવામાં આવશે! તેમને વધારે માં કહ્યું કે રસી ના પરિણામો અને ફોલોઅપ માં સલામત હોવાનું સાબિત થયું છે. આ રસીઓની ઘણી આડઅસરો નથી. આ રસી અસરકારક છે.

તેનો ઉપયોગ કરવાથી રક્ષણ પણ મળી રહ્યું છે. જોઈએ રસી ક્યારે આવે ને કેટલી કારગત નીવડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!