હાથરસ મામલે ગુજરાત રાજ્યના આ શહેરોમાં ફરી એક વખત ચાલુ થયો વિરોધ, યોગી આદિત્યનાથ ના પૂતળાનું દહન કરી કર્યો વિરોધ

Published on: 11:23 am, Sun, 4 October 20

ઉત્તર પ્રદેશના હાથરસ માં થયેલ મામલા મુદ્દે સમગ્ર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. હાથરસ માં થયેલ મામલા ના વિરોધના પડઘા હવે ગુજરાતમાં પડવા લાગ્યા છે.છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતભરમાં કોંગ્રેસ સહિત દલિત સંસ્થા અને સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજરોજ અમદાવાદ અને સુરત શહેરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ નું પૂતળુ સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

હાથરસ હત્યાકાંડને પગલે ગુજરાતમાં લોકોને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.આજ રોજ અમદાવાદમાં એનસીપીના કાર્યકરોએ મુખ્યમંત્રી આદિત્યનાથ નું પૂતળું દહન કર્યું હતું અને તે વખતે પોલીસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી.પોલીસ દ્વારા એનસીપીના નેતા રેશમા પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે રોષે ભરાયેલા લોકોએ ભારે સૂત્રોચ્ચાર કરી મુખ્યમંત્રી આદિત્યનાથ નું પૂતળું દહન કર્યું હતું. પીડિતાના પરિવારને ન્યાય નહીં મળે તો રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આજરોજ ડીસા, અમીરગઢ,મોડાસા અને માણસા સહિતના શહેરોમાં રેલી યોજાઈ હતી.જેમાં લોકોએ પીડિતાને ન્યાય મળે તેવી માંગ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!