વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે ગાંધીજયંતી નિમિત્તે માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં સંબોધન કરતા જણાવ્યું કે, કોરોનાવાયરસ ની મહામારી દરમિયાન દેશના ખેડૂતો એ ખૂબ જ સારું એવું કાર્ય કર્યું છે. તેમને કહ્યું કે કૃષિક્ષેત્ર મજબૂત થશે તો, આત્મનિર્ભર ભારત નો પાયો હંમેશા મજબૂત રહેશે.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં ખેડૂત ઉત્પાદન સંઘ સ્વામી સમર્થ ફાર્મ પ્રોડ્યુસર કંપની લિમિટેડ નું ઉદાહરણ આપી.
ફળફળાદી અને શાકભાજી ને એપીએમસીના કાર્યક્ષેત્રમાં થી દૂર કરવાને કારણે ખેડૂતોને થયેલા ફાયદા વિશે પણ ઘણી બધી જાણકારી આપી હતી. પુણે અને મુંબઈમાં ખેડૂતો તેમની રીતે સાપ્તાહિક બજારો ચલાવે છે ને વચેટિયાઓ વિના સીધું વેચાણ કરે છે.પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, નવી તકનીકો ની ઉપયોગીતા અને ઇનોવેશન દ્વારા કૃષિ ક્ષેત્ર વધુ પ્રગતિ કરશે.
ગુજરાતમાં એક ખેડૂત એટલે કે ઈસ્માઈલભાઈ ઉદાહરણ આપ્યું હતું, જેમને તેમના પરિવારજનોની ઇચ્છાથી વિપરીત ખેતીવાડી ની શરૂઆત કરી હતી.તેમને ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરીને બટાટાનું વાવેતર કર્યું હતું અને અત્યારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત બટાટા તેમની ઓળખ થઈ જાય છે.
તેઓએ વચેટિયા વિના મોટી કંપનીઓને સીધું વેચાણ કરે છે અને તગડો નફો કરે છે.પ્રધાનમંત્રી મોદી પોતાના મન કી બાત કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત નો પાયો હંમેશા મજબૂત બનાવવા કૃષિક્ષેત્ર મજબૂત કરવાની વાત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને વચેટિયા વિના પાકનું વેચાણ કરવાની સલાહ પણ આપી હતી.મોદીએ કૃષિ બિલ સંદર્ભે ત્રણ બિલ પસાર કરેલા વિશે તેમને ફાયદાઓ પણ જણાવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment