બિપોરજોય વાવાઝોડાને લઈને મણીધર બાપુએ કહ્યું કે, “વાવાઝોડાથી માં મોગલ કરશે રક્ષા…” જાણો મણીધર બાપુએ વાવાઝોડા વિશે વધુમાં શું કહ્યું..?

Manidhar Bapu spoke about Biporjoy Cyclone: અત્યારે સોશિયલ મીડિયા પર બીપોરજોય(Biporjoy) વાવાઝોડાના વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ગુજરાત પર બીપોરજોય નામનો કાળો કેર છવાયો છે, આ વાવાઝોડા(Biporjoy Cyclone) ના કારણે ગુજરાતના દરિયાકાંઠા તરફ તારીખ 12 થી 16 જૂન દરમિયાન ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે. વાવાઝોડું જેમ જેમ નજીક આવશે તેમ તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકાવા લાગશે.

વાવાઝોડાને પગલે દરિયા કાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે. દરિયો તોફાની બનશે અને દરિયામાં ભારે કરંટ જોવા મળશે, વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળ, વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ જોવા મળશે. હાલમાં તો દ્વારકાના જગત મંદિરમાં પણ અડધી કાઠીએ ધ્વજા ફરકાવવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ગયા વર્ષે જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે દ્વારકાધીશ એ વાવાઝોડાની દિશા ફેરવી નાખી હતી. હાલમાં ચારો તરફ પ્રાર્થના થઈ રહી છે કે વાવાઝોડાની અસર ગુજરાતમાં ન થાય.

હાલમાં જ કબરાઉ ધામના મહંત શ્રી મણીધર બાપુએ પણ વાવાઝોડાને લઈને મહત્વની વાત કહી છે. જેમ કે આપણે જાણીએ છીએ કે કબરાઉ ધામના મણીધર બાપુએ અનેક વખત આવી પરિસ્થિતિમાં લોકોને યોગ્ય માર્ગદર્શન અને સલાહ સૂચનો આપ્યા છે. હાલમાં જ તેમનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં વાવાઝોડા વિશે તેમણે જણાવ્યું છે. મણીધર બાપુએ વાવાઝોડા વિશે કહ્યું કે વાવાઝોડું એટલે ભય અને પહેલાના જમાનામાં ચોમાસું આવતું ત્યારે સાત આંધી ચડતી.

એ જ દેશી નળિયા ઉડાવી દે એવો પવન આવતો, હાલમાં તો સરકાર પણ જાગૃત છે અને આફત માટે સારા કામ કરી રહ્યા છે. આપણે એન.ડી.આર.એફ ટીમ પણ 24 કલાક દિવસ રાત કામ કરી રહી છે ધન્ય છે તેમને માં ભગવતી શક્તિ આપે. અત્યારે કલેકટર, મામલતદાર દ્વારા આપણને સાવચેતી આપવામાં આવી છે. સાવચેતી એટલે આપવામાં આવી છે કે આપણે જો કોઈ કાચા મકાન, દરિયા કાંઠે અને વનવગડામાં રહેતા હોય તો ધ્યાન રાખવું.

કોઈ વાયરના થાંભલા હોય છાપરા પરથી વાયર જતા હોય તો ત્યાંથી આઘું જવાનું કારણ કે આ ઈશ્વરના ઘરની એક ગતિ છે. આનો કોઈ પાર પામી ના શકે પણ ધર્મ સાથે વિજ્ઞાન જોડાયેલું છે જે સરસ વાત છે. વાવાઝોડાની આગાહી એટલે આપણી સાવચેતી રાખવી, અણી નો સિક્કો સો વર્ષ જીવે એટલે આમાં આડસ નહીં રાખવાની. જો વાયર નીચે ઘર હોય તો ત્યાંથી દૂર નીકળી જવું કારણકે આ આફતના એંધાણ છે.

આપણે પર્યાવરણને એટલું બગાડી નાખ્યું કે આવી આફતો અને વાવાઝોડા અને કોરોના જેવી મહામારી તો આવવાની છે પણ આપણે પર્યાવરણનું જતન કરવાનું છે. લોકો ઝાડ તો રોપે છે પણ દુનિયાને સારું લગાડવા માટે પણ એનું જતન કરે છે. ઝાડ વાવે તો દેખાડવા માટે અને એ જ ઝાડ થોડા દિવસો પછી સુકાઈ જાય છે. ઝાડની માવજત જરૂરી છે, વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગે મણીધર બાપુએ આ વીડિયોમાં ખૂબ જ સરસ વાત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*