દેશમાં છેલ્લા આઠ મહિનાથી દિલ્લી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે યુપી હંમેશા આંદોલનનો પ્રદેશ રહ્યો છે. અને મગના ખેડૂતોએ 3000 સસ્તો પાક વેચ્યું છે. અને બટાકાના ખેડૂતો બરબાદ થઈ ગયા છે.
શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને 12000 કરોડનું ચુકવણી બાકી છે. આ ઉપરાંત યુપીના ખેડૂતોને સૌથી વધુ મોંઘી વીજળી મળે છે. તેમજ ખેડૂત નેતા રાકેશ પિકો તે કહ્યું કે 5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગર માં મોટી પંચાયત કરીને આંદોલનની શરૂઆત કરીશું.
કિસાન સંયુક્ત મોરચા 8 મહિના ખેડૂત આંદોલન કર્યું ત્યારબાદ આ નિર્ણય લીધો છે. તેમજ યુપી સાથે આખા દેશમાં આંદોલન કરવામાં આવશે.
તેમજ રાકેશ ટિકૈતે કહ્યું કે જ્યાં સુધી સરકાર દ્વારા આ કાયદાઓ પાછા ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂત આંદોલન પાછું નહીં ખેંચાય. આ ઉપરાંત રાકેશ તે કહ્યું કે લખનઉ ને પણ દિલ્હી બનાવી દઈશું. લખનઉની ચારેબાજુ દિલ્હી જેવા હાલત થઈ જશે.
આ ઉપરાંત રાકેશ ટિકૈતે ચૂંટણીને લઈને કહ્યું કે અમે ચૂંટણી લડવાના નથી અને ખેડૂતે પાર્ટીથી ખુશ થશે તે પાર્ટી ને જ વોટ દેશે. અમારું આંદોલન ભાજપ સામે નથી પરંતુ મોદી સરકાર સામે છે.
એથી કેવો ભૂલી જાય છે કે ખેડૂતોને વોટ તેમને મળશે. તેમજ રાકેશ ટિકૈતે કહ્યું કે આ આંદોલન ફક્ત ખેડૂતો માટે નથી પરંતુ ગરીબો અને મજૂરો માટે પણ છે. તેમજ રાકેશ ટિકૈતે જણાવ્યું કે 15 ઓગસ્ટે ટેકટર રેલી કાઢીશું અને ઝંડા પણ ફરકાવીશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!