રાજકોટના આ ઉદ્યોગપતિના દીકરાના લગ્નની 4 કિલોની અનોખી રજવાડી કંકોત્રી…1 કંકોત્રીની કિંમત સાંભળીને તમે પણ… જુઓ કંકોત્રીની તસવીરો

Published on: 4:30 pm, Thu, 9 February 23

હાલમાં લગ્નની સીઝન ચાલી રહે છે અને છેલ્લા ઘણા સમયથી લગ્નની અનોખી કંકોત્રી છપાવવાનો અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેવામાં રાજકોટના એક ઉદ્યોગપતિના દીકરાની લગ્નની કંકોત્રીની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયા પર ચારે બાજુ ચાલી રહે છે. દરેક માતા પિતા ઈચ્છતા હોય છે કે તેમના દીકરા અને દીકરીના લગ્ન સ્પેશિયલ થાય.

એટલા માટે તેઓ લગ્નમાં પાણીની જેમ પૈસા વાપરતા હોય છે અને કંઈક ને કંઈક અલગ કરતા હોય છે. ખાસ કરીને લગ્નની કંકોત્રી વર્ષો સુધી યાદ રહે તે માટે કંકોત્રી પાછળ પણ મોટો ખર્ચો કરતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના દીકરા જય ઉકાણીની લગ્નની અનોખી કંકોત્રી સોશિયલ મીડિયા પર ચારે બાજુ વાયરલ થઈ રહી છે.

જય ઉકાણીના લગ્ન મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અરવિંદભાઈ પટેલની દીકરી સાથે નક્કી થયા હતા. બંનેના લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજવામાં આવ્યા હતા. ત્યારે મૌલેશભાઈએ પોતાના દીકરાના લગ્ન યાદગાર બનાવવા માટે અનોખી રજવાડી કંકોત્રી તૈયાર કરાવી હતી.

આ રજવાડી અનોખી એક કંકોત્રીની કિંમત 7000 રૂપિયા છે. આમંત્રણ પત્રિકા રજવાડી સ્ટાઇલથી બનાવવામાં આવી હતી. આ કંકોત્રીનો વજન 4 કિલો અને 280 ગ્રામ નો છે. કંકોત્રીનું બોક્સ ખોલતા જ સૌપ્રથમ એક કાર્ડ જોવા મળે છે. ત્યારબાદ કાર્ડ ઊંચું કરતા જ મલમલના કપડામાં લપટેલા ચાર નાના નાના બોક્સ જોવા મળે છે.

જેમાં કાજુ બદામ જેવા સૂકામેવા ભરેલા છે. સાત પાનાની લગ્નની કંકોત્રીમાં ત્રણ દિવસના લગ્નમાં શું શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત લગ્નની કંકોત્રીની અંદર ચોકલેટ પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અપાર શ્રદ્ધા હોવાથી કંકોત્રીની અંદર કૃષ્ણ ભગવાનની એક તસવીર પણ મૂકવામાં આવી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે મૌલેશભાઈ ઉકાણી અને તેમનો પરિવાર ભગવાન દ્વારકાધીશ માં ખૂબ જ આસ્થા ધરાવે છે. તેઓ જગત મંદિર દ્વારકાના ટ્રસ્ટી પણ છે. મિત્રો તમને જણાવી દઈએ કે જોધપુરનો ભવન પેલેસ ભારતની સૌથી મોંઘી હોટલો માનો એક છે. અહીં પ્રતિ રાત રહેવા માટેના રૂમનું ભાડું 50000 આસપાસ છે. આ ઉપરાંત કેટલીક કેટેગરીમાં તો રૂમનું ભાડું બે થી ત્રણ લાખ રૂપિયા પણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટના આ ઉદ્યોગપતિના દીકરાના લગ્નની 4 કિલોની અનોખી રજવાડી કંકોત્રી…1 કંકોત્રીની કિંમત સાંભળીને તમે પણ… જુઓ કંકોત્રીની તસવીરો"

Leave a comment

Your email address will not be published.


*