ગુજરાતમાં વરસાદી માહોલમાં રાજકોટ શહેરના મેયરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો પત્ર, જાણો કેમ?

ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. પરંતુ રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટમાં દર વર્ષે પાણીની અછત સર્જાતી રહે છે. ત્યારે આ વખતે રાજકોટમાં ચોમાસું ખેંચાતા જળસંકટ ઉભું થવાના ભણકારા વાગી રહ્યા છે.

ત્યારે રાજકોટના મેયર સમગ્ર મામલા પર સક્રિય થઈ ગયા છે. અને રાજકોટના મેયરે પરિસ્થિતિને અનુલક્ષીને પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ રાજકોટમાં આ વખતે પણ પાણીની સમસ્યા સર્જાઈ શકે છે.

આ ઉપરાંત તેમણે આજી અને ન્યારી ડેમમાં પાણી નાખવાની માંગ કરી છે. ડેમમાં પાણી ઠાલવવાની પાછળ ની માંગ નું કારણ એ જ છે કે જો આ વખતે પણ રાજકોટમાં વરસાદને હો તો થશે તો 20 મિનિટ પાણી વિતરણ ની સ્થિતિ ઉભી થઇ શકે છે.

હાલમાં આજી ડેમની સપાટી જોઈએ તો 225 MCFT, ભાદર 1 ડેમમાં સપાટી 1390 MCFT અને ન્યારી ડેમ ની સપાટી 329 MCFT છે.

તેમજ ભાદર 1 ડેમ માંથી રાજકોટ શહેરને દૈનિક 415 MLD પાણી આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ સોની યોજનાનું પાણી જો રાજકોટને મળે તો રાજકોટમાં જળસંકટ ઓછુ થાય તેમ છે.

તે માટે રાજકોટના મેયર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખીને પાણીની માંગ કરવામાં આવી છે. થોડાક સમયથી રાજકોટમાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા પાણીની અછત સર્જાઈ શકે છે.

આ તમામ કારણોસર રાજકોટના મેયર દ્વારા આજી ડેમમાંથી પાણીના જથ્થાની માંગ કરવામાં આવી છે. હાલમાં આજી-1 ડેમ 75% ખાલી છે. તેના કારણે દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*