નવા વર્ષની પહેલાં ગુજરાત કોંગ્રેસમાં મોટું પરિવર્તન થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે.31 ડિસેમ્બર પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બદલાઈ શકે છે. ગુજરાતમાં ૮ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ પોતાના પદેથી રાજીનામું આપવાની દરખાસ્ત મૂકી હતી.આ દરખાસ્ત બાબતે 31 ડિસેમ્બર સુધીમાં નિર્ણય થઈ શકે તેવા સંકેતો દેખાઈ રહી છે.
ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને લઇને કેન્દ્રનું કોંગ્રેસનું નેતૃત્વ ગંભીર બન્યું છે.ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીના રાજીનામા બાબતે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે,11 દિવસ સિનિયર નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી છે.
બેઠકમાં સિનિયર નેતાઓની પાસેથી મળેલા અભિપ્રાયોને હાઈકમાન્ડ સમક્ષ મોકલવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં હાઈકમાન્ડ આ આ બાબતે નિર્ણય કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે.
આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસનું કાર્યકર્તા સંપૂર્ણ રીતે તૈયાર છે એટલે અમે આગામી ચૂંટણી લડીશું અને જીતીશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment